IND vs BAN : ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 10મી ટી20 જીતી, 2-1થી સીરીઝ પર કબ્જો

  • IND vs BAN : ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 10મી ટી20 જીતી, 2-1થી સીરીઝ પર કબ્જો
    IND vs BAN : ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 10મી ટી20 જીતી, 2-1થી સીરીઝ પર કબ્જો

નાગપુરઃ મહારાષ્ટ્ર વિદર્ભ ક્રિકેટ એસોશિએશનના મેદાનમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ટી20 મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી અને ભારતને બેટિંગમાં આમંત્રણ આપ્યું હતું. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટી20 શ્રેણીમાં દિલ્હીની પ્રથમ મેચ બાંગ્લાદેશ, જ્યારે રાજકોટમાં રમાયેલી બીજી ટી20 ભારતે જીતી હતી. હવે શ્રેણી જીતવા માટે બંને ટીમ એડીચોટીનું જોર લગાવશે. 

ત્રીજી ટી20માં ભારતે બાંગ્લાદેશ પર 30 રને વિજય મેળવ્યો હતો. ભારતનો બાંગ્લાદેશ પર આ 10મો ટી20 વિજય હતો. આ સાથે જ ભારતે 2-1થી ત્રણ ટી20ની શ્રેણી જીતી લીધી. ભારતના વિજયમાં બોલર દીપક ચહરનું મહત્વનું યોગદાન રહ્યું હતું, જેણે 3.2 ઓવરમાં 7 રન આપીને બાંગ્લાદેશના 6 ખેલાડીને પેવેલિયન ભેગા કર્યા હતા. 

ભારતે પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશને જીતવા માટે 175 રનનો લક્ષ્ય આપ્યો છે. ભારતની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ત્રીજી વિકેટમાં રમવા આવેલા લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરે બાજી સંભાળી લીધી હતી. બંનેએ 114 રનની ભાગીદારી સાથે ભારતનો પાયો મજબૂત કર્યો હતો. લોકેશે 35 બોલમાં 7 ચોગ્ગા સાથે 52 રન અને શ્રેયસ ઐયરે 3 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 33 બોલમાં 62 રન ફટકાર્યા હતા. છઠ્ઠા ક્રમે રમવા આવેલા મનીષ પાંડેએ 13 બોલમાં 22 રન ફટકારીને ભારતના સ્કોરને મજબુતી આપી હતી. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 174 રન બનાવ્યા છે.