અયોધ્યા ચૂકાદા અંગેના લેખ બાબતે નેશનલ હેરાલ્ડે માગી માફી, કહ્યું લેખકનો અંગત અભિપ્રાય

  • અયોધ્યા ચૂકાદા અંગેના લેખ બાબતે નેશનલ હેરાલ્ડે માગી માફી, કહ્યું લેખકનો અંગત અભિપ્રાય
    અયોધ્યા ચૂકાદા અંગેના લેખ બાબતે નેશનલ હેરાલ્ડે માગી માફી, કહ્યું લેખકનો અંગત અભિપ્રાય

નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા પછી કોંગ્રેસના મુખપત્ર નેશનલ હેરાલ્ડમાં પ્રકાશિત એક લેખ બાબતે અખબારે માફી માગી છે. સાથે જ જણાવ્યું છે કે, અખબારમાં પ્રકાશિત લેખ લેખકનો અંગત અભિપ્રાય છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે રવિવારે કરતારપુર કોરિડોર ઉદ્ઘાટનમાં નવજોત સિંહ સિદ્ધુની પાકિસ્તાન મુલાકાત અને અયોધ્યા કેસમાં દેશની સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા અંગે નેશનલ હેરાલ્ડમાં પ્રકાશિત લેખ બાબતે કોંગ્રેસ બેવડું ચરિત્ર ધરાવાનો આરોપ લગાવ્યો હતો.  અગાઉ સવારે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, "કોંગ્રેસ પાર્ટી નેશનલ હેરાલ્ડના માધ્યમથી એવું કહેવા માગે છે કે સુપ્રીમ કોર્ટે એ ચૂકાદો આપ્યો છે જે વિહિપ અને આરએસએસ ઈચ્છતા હતા. કોંગ્રેસના અખબાર દ્વારા સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાને સુપ્રીમ કોર્ટ ઓફ પાકિસ્તાન કહેવું અત્યંત શરમજનક છે. નેશનલ હેરાલ્ડે લખ્યું છે કે મુશર્રફે પોતાની કોર્ટનો આવી રીતે જ ઉપયોગ કર્યો હતો. શું કોંગ્રેસ એમ કહેવા માટે છે કે ભારતમાં સરમુખત્યારશાહી છે?"