ગુજરાતમાં પોલીસ અને પ્રજાનો એક જ સૂર, ‘ચુકાદો ગમે તે આવે, શાંતિ જાળવજો...’

  • ગુજરાતમાં પોલીસ અને પ્રજાનો એક જ સૂર, ‘ચુકાદો ગમે તે આવે, શાંતિ જાળવજો...’
    ગુજરાતમાં પોલીસ અને પ્રજાનો એક જ સૂર, ‘ચુકાદો ગમે તે આવે, શાંતિ જાળવજો...’

અમદાવાદ :અયોધ્યા મામલે  સુપ્રીમ કોર્ટમાં (supreme court) ચુકાદા ને લઇ સમગ્ર દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. સવારે 10.30 કલાકે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા  મામલે ચુકાદો આવનાર છે, ત્યારે ગુરુવારથી જ તમામ રાજ્યોને એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે,ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવાયું છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ની રજાઓ કેન્સલ કરાઈ છે અને નોકરીમાં પાછા ફરવાનો આદેશ કરાયો છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે વિવિધ શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. 

વડોદારના સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત 

અયોધ્યા ચુકાદાના પગલે વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સવારથી જ વડોદરા ના વિવિધ વિસ્તારમાં પોલીસના જવાનો ખડકાયા છે. 2500 પોલીસ અધિકારીઓ અને જવાનો સુરક્ષા માટે સજ્જ છે. તો માંડવી વિસ્તારમાં પોલીસની ટીમ ગોઠવી દેવાઈ છે. એસઆરપીના જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા છે. એસઆરપીની વધુ ત્રણ ટીમ બોલવાઈ છે. કુલ એસઆરપીની 6 ટીમ સુરક્ષા માટે તૈનાત રહેશે. વડોદરા પોલીસ કમિશનરે તમામ પોલીસના જવાનોને બંદોબસ્ત કરવા સૂચના આપી છે. વડોદરાનો ચાર દરવાજા વિસ્તાર અતિ સંવેદનશીલ વિસ્તાર છે.