મહિલા ટી20 : પ્રથમ ટી20માં ભારતે વીન્ડીઝને આપ્યો પરાજય, મંધાના-શેફાલીની વિક્રમી ભાગીદારી

  • મહિલા ટી20 : પ્રથમ ટી20માં ભારતે વીન્ડીઝને આપ્યો પરાજય, મંધાના-શેફાલીની વિક્રમી ભાગીદારી
    મહિલા ટી20 : પ્રથમ ટી20માં ભારતે વીન્ડીઝને આપ્યો પરાજય, મંધાના-શેફાલીની વિક્રમી ભાગીદારી

સેન્ટ લુસિયાઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં યજમાન વેસ્ટ ઈન્ડિઝને 83 રનના મોટા અંતરથી પરાજય આપ્યો છે. શનિવારે રાત્રે ડેરન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિજય સાથે જ ભારતીય મહિલા ટીમે 5 મેચની ટી20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને વન ડે શ્રેણીમાં 201થી પરાજય આપ્યો હતો. 

185નો વિશાળ સ્કોર 
ભારતીય ટીમે ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 185 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. પછી વેસ્ટ ઈન્ડીઝની ટીમને 20 ઓવરમાં 9 વિકેટે 101 રન જ બનાવવા દીધા હતા. વેસ્ટ ઈન્ડીઝ માટે શેમેન કેમ્પબેલે સૌથી વધુ 33 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત હેલી મેથ્યુઝે 13, સ્ટેસી એન. કિંગે 13 અને કિશોના નાઈટે 12 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમ તરફથી શિખા પાંડે, રાધા યાદવ અને પૂનમ યાદવે 2-2 જ્યારે દીપ્તી શર્મા અને પૂજા વસ્ત્રાકરે 1-1 વિકેટ લીધી હતી.