આમિર ખાન આજથી શરૂ કરશે ફિલ્મ ''લાલ સિંહ ચડ્ડા''નું શૂટિંગ

  • આમિર ખાન આજથી શરૂ કરશે ફિલ્મ ''લાલ સિંહ ચડ્ડા''નું શૂટિંગ
    આમિર ખાન આજથી શરૂ કરશે ફિલ્મ ''લાલ સિંહ ચડ્ડા''નું શૂટિંગ

નવી દિલ્હી: બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ''લાલ સિંહ ચડ્ડા''ની સાથે ચર્ચાનો ભાગ બની ચૂક્યા છે. તાજેતરમાં જ ફિલ્મનો લોગો જાહેર કર્યા બાદ હવે આમિર ખાન ''લાલ સિંહ ચડ્ડા'નું શૂટિંગ કરવા માટે તૈયાર છે.  અભિનેતા લાંબા સમયથી પોતાના પાત્રની તૈયારીઓમાં જોડાયેલા હતા અને હવે પોતાના પાત્રમાં ઢાળવા માટે તૈયાર છે જેના માટે આમિર ખાન પંજાબ જવા રવાના થઇ ચૂક્યા છે અને આજથી ફિલ્મના શૂટિંગનો શુભારંભ કરશે. આમિર ખાન આ ફિલ્મમાં એક પંજાબી વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા હતા જેના માટે આમીર ખાને પોતાના ફિજિકલ ટ્રાંસ્ફોર્મેશન પર કામ કર્યું છે અને પોતાની દાઢી પણ વધારી દીધી છે. તો બીજી તરફ ફિલ્મની મુખ્ય અભિનેત્રી કરીના કપૂર એક દિવસ પહેલાં એટલે કે 9 નવેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.