આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપની 2023માં યજમાની કરશે ભારત, ચોથી વખત મળી તક

  • આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપની 2023માં યજમાની કરશે ભારત, ચોથી વખત મળી તક
    આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપની 2023માં યજમાની કરશે ભારત, ચોથી વખત મળી તક

ભારતીય હોકી પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. ભારતને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય હોકી વર્લ્ડ કપની યજમાની મળી છે. આ વર્લ્ડ કપ 2023માં યોજાશે. ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં આ જાહેરાત કરી હતી. સાથે જ મહિલા હોકી વર્લ્ડ કપ-2022ની મેજબાની સંયુક્ત રીતે સ્પેન અને નેધરલેન્ડ્સને સોંપવામાં આવી છે. 

આ ચોથી વખત છે જ્યારે ભારતને હોકી વર્લ્ડ કપનું યજમાન પદ મળ્યું છે. આ અગાઉ ભારતે 1982 (મુંબઈ), 2010 (નવી દિલ્હી) અને 2018 (ભુવનેશ્વર)માં પણ આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપનું આયોજન કરી ચૂક્યું છે. જોકે, અફસોસની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન વધુ સારું રહ્યું નથી. હોકીમાં 8 વખત ઓલિમ્પિક ગોલ્ડ જીતનારું ભારત 1975માં માત્ર એક વકત જ હોકી વર્લ્ડ કપ જીતી શક્યું છે. 

ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH)ના એક્ઝીક્યુટીવ બોર્ડે શુક્રવારે નિર્ણય લીધો છે કે, 2023માં યોજાનારા આંતરરાષ્ટ્રી હોકી વર્લ્ડ કપની યજમાની ભારત કરશે. સ્પેન અને નેધરલેન્ડ્સ સંયુક્ત રીતે મહિલા હોકી વર્લ્ડ કપની યજમાની કરશે. મહિલા વર્લ્ડ કપ 2022માં યોજાશે.