ઘડીના છઠ્ઠા ભાગમાં ફટાફટ વાયરલ થઈ ICCએ શેર કરેલી પાકિસ્તાની ફેનની આ તસવીર

  • ઘડીના છઠ્ઠા ભાગમાં ફટાફટ વાયરલ થઈ ICCએ શેર કરેલી પાકિસ્તાની ફેનની આ તસવીર
    ઘડીના છઠ્ઠા ભાગમાં ફટાફટ વાયરલ થઈ ICCએ શેર કરેલી પાકિસ્તાની ફેનની આ તસવીર

નવી દિલ્હી :ક્રિકેટ ફેન્સ  ની દિવાનગી ક્યારેય ઓછી થતી નથી. હાલમાં જ આવા ક્રિકેટ પ્રેમીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) આ ફેનને ફેમસ કરી દીધો. આ ફેનએ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ક્રિકેટ મેચ માટે પોતાની સુહાગરાત છોડી દીધી અને મેચ જોતી પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરને આઈસીસીએ શેર કરી છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં જ તસવીર વાયરલ થઈ ગઈ.

પાકિસ્તાનમાં નથી રહેતો આ ફેન

હકીકતમાં આ ફેન પાકિસ્તાનનો જ છે, પણ હાલમાં તે અમેરિકામાં રહે છે. હસન તસ્લીમ તેનું નામ છે. મંગળવારે બન્યું એવું કે, તેના લગ્નના દિવસે જ પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સાથે રમી રહી હતી. પરંતુ હસનને આ મેચ જોવાની તક ગુમાવવી ન હતી. તેથી તેણે લગ્ન કરવાની સાથે જ મેચ જોવાનું પણ રાખ્યું.