મદમસ્ત આલમમાં કંગનાએ ભાઈની સગાઈમાં કર્યો ડાન્સ

  • મદમસ્ત આલમમાં કંગનાએ ભાઈની સગાઈમાં કર્યો ડાન્સ
    મદમસ્ત આલમમાં કંગનાએ ભાઈની સગાઈમાં કર્યો ડાન્સ

નવી દિલ્હી :બોલિવુડની ફેમસ એક્ટ્રેસ કંગના રનૌત ના ભાઈ અક્ષત રનૌતની સગાઈ હરિયાણાની યુવતી ઋતુ સાંગવાન સાથે થઈ. હવે આ રિંગ સેરેમનીની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ છે. તો હવે રિંગ સેરેમનીનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કંગના અને તેની બહેન રંગોલી ડાન્સ કરતી નજર આવી રહી છે. શુક્રવારે રંગોલી એક વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં પરિવારના તમામ સદસ્યો પહાડી ગીત પર ડાન્સ કરતા નજર આવે છે. વીડિયોમાં રંગોલીએ સલવાર સૂટ પહેર્યા છે તેવું દેખાય છે. તો કંગનાએ ગોલ્ડન કલરન બનારસી સાડી પહેરી છે. વીડિયોમાં કંગના તેના પરિવાર સાથે મદમસ્ત આલમમાં ડાન્સ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો બહુ જ પોપપ્યુલર બન્યો છે. જુઓ કંગના તેના ભાઈના સગાઈમાં કેવી રીતે ડાન્સ કરી રહી છે...