Ayodhya verdict : સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવે, તેને પણ આ રીતે ચેલેન્જ આપી શકાય છે

  • Ayodhya verdict : સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવે, તેને પણ આ રીતે ચેલેન્જ આપી શકાય છે
    Ayodhya verdict : સુપ્રિમ કોર્ટનો જે પણ નિર્ણય આવે, તેને પણ આ રીતે ચેલેન્જ આપી શકાય છે

નવી દિલ્હી :થોડી જ ક્ષણોમાં અયોધ્યાના રામ મંદિરના વિવાદ પર સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવશે. નિર્ણયને પગલે દેશભરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પાંચેય જજ  સીલબંધ કવરમાં લખાયેલા પોતાના નિર્ણયો સંભળાવશે. જેને ધ્યાનમાં રાખીને અયોધ્યાનગરી છાવણીમાં તબદીલ થઈ ગઈ છે. નિર્ણયને લઈને લોકોમાં ચર્ચા છે કે, જો તેમના પક્ષમાં નિર્ણય ન આવ્યો તો શું રસ્તો હશે. સુપ્રિમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં 5 સદસ્યોની બેન્ચ સતત 40 દિવસોથી સુનવણી કરી રહી હતી. જસ્ટિસ રંજન ગોગોઈની આ બેન્ચમાં તેમના ઉપરાંત જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીર સામલ છે. સુપ્રિમ કોર્ટ રામ મંદિર વિવાદ પર ગમે તે નિર્ણય આપી શકે છે. આવામાં આગળની સ્થિતિ શું હશે. શું હશે અંતિમ નિર્ણય અને તમામ પક્ષોએ આ નિર્ણય પર રહેવુ પડશે.