Ayodhya Verdict: UP ના આ શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ, Social Media સેલની 673 લોકો પર નજર

  • Ayodhya Verdict: UP ના આ શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ, Social Media સેલની 673 લોકો પર નજર
    Ayodhya Verdict: UP ના આ શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ, Social Media સેલની 673 લોકો પર નજર

લખનઉ: અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતાં પહેલાં સાવધાનીના ભાગરૂપે ઉત્તર પ્રદેશના અલીગઢ માં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. આ સેવા શુક્રવારે અડધી રાત્રે તાત્કાલિક બંધ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ પોલીસના મહાનિર્દેશક ઓપી સિંહ  એ કહ્યું કે સ્થિતિ સાંપ્રદાયિક તથા સંવેદનશીલ હોવાથી અને અફવાઓને ફેલતાં રોકવા માટે અન્ય જિલ્લાઓમાં પણ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી શકે છે. 673 લોકો પર પોલીસની નજર

તેમણે કહ્યું કે અમારા સોશિયલ મીડિયા સેલ ઇન્ટરનેટ પર તે 673 લોકો પર સતત નજર રાખી રહી છે જેમની પોસ્ટ અથવા ટિપ્પ્પણીઓ પરેશાનીનું કારણ બની શકે છે. અમારા પોલીસકર્મીઓએ જિલ્લા, પોલીસ સ્ટેશન અને સ્થાનિક સ્તર પર સંભવિત ખતરા અને હોટસ્પોટની ઓળખ કરી છે. અમે કાનૂન વ્યવસ્થાને જાળવી રાખવા માટે 31 સંવેદનશીલ જિલાઓની ઓળખ જેમકે આગરા,અલીગધ, મેરઠ, મુરાદાબાદ, લખનઉ, વારાણસી, ગોરખપુર અને અન્ય છે. ડીજેપીએ કહ્યું કે રાજ્યમાં સીઆરપીસીની કલમ 144 હેઠળ કર્ફ્યુ લાગૂ કરી દીધો છે.