206 વર્ષથી સળગતા રામમંદિરનો ચુકાદો સંભળાવનાર CJI રંજન ગોગોઈને અપાઈ Z+ સુરક્ષા

  • 206 વર્ષથી સળગતા રામમંદિરનો ચુકાદો સંભળાવનાર CJI રંજન ગોગોઈને અપાઈ Z+ સુરક્ષા
    206 વર્ષથી સળગતા રામમંદિરનો ચુકાદો સંભળાવનાર CJI રંજન ગોગોઈને અપાઈ Z+ સુરક્ષા

નવી દિલ્હી :અયોધ્યા કેસ માં આજે સુપ્રિમ કોર્ટ  નો ઐતિહાસિક નિર્ણય આવવાનો છે. અયોધ્યા પર આવનારા આ નિર્ણયને પગલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને Z+ સુરક્ષા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસમાં સીજેઆઈ ઉપરાંત જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અબ્દુલ નઝીરની અધ્યક્ષતાવાળી સંવિધાન પીઠ મામલા પર નિર્ણય સંભળાવશે.

 

હકીકતમાં, સુપ્રિમ કોર્ટે 16 નવેમ્બરના રોજ તમામ પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. દેશનો આ સૌથી જૂનો મામલો છે, અને આ મામલામાં 40 દિવસ સુધી નિયમિત સુનવણી થઈ હતી. સુપ્રિમ કોર્ટના ઈતિહાસમાં અત્યાર સુધીની આ બીજી ચાલેલી સૌથી લાંબી સુનવણી હતી. સૌથી લાંબી સુનવણીનો રેકોર્ડ 1973ના કેશવાનંદ ભારતી કેસનો છે, જેમાં 68 દિવસ સુધી સુનવણી ચાલી હતી.