Ayodhya Verdict :રામલલાની જીત, અયોધ્યામાં બનશે મંદિર, મસ્જિદ માટે બીજી જમીન અપાશે

  • Ayodhya Verdict :રામલલાની જીત, અયોધ્યામાં બનશે મંદિર, મસ્જિદ માટે બીજી જમીન અપાશે
    Ayodhya Verdict :રામલલાની જીત, અયોધ્યામાં બનશે મંદિર, મસ્જિદ માટે બીજી જમીન અપાશે

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ ચૂકાદો વાંચવાનું શરૂ કર્યું છે. સૌથી પહેલાં ચીફ જસ્ટિસે શિયા વકફ બોર્ડની અરજી નકારી કાઢી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચ આ ચૂકાદાની સુનાવણી કરી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટે 16 ઓક્ટોબરના રોજ બધા પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો પેન્ડીંગ રાખ્યો હતો. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવી દીધો છે. આ ચૂકાદામાં વિવાદિત જમીન રાજજન્મભૂમિ ન્યાસને આપવાનો ફેંસલો કર્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષને અલગ સ્થળે જગ્યા આપવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે અલગ જમીન આપવાનો કોર્ટે આદેશ આપ્યો છે. 

 આ દેશનો સૌથી જૂનો મામલો છે અને આ મામલે 40 દિવસો સુધી નિયમિત સુનાવણી થઇ હતી. આ સુપ્રીમ કોર્ટના ઐતિહાસમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાલનાર સુનાવણી હતી. સૌથી લાંબી સુનાવણીનો રેકોર્ડ 1973ના કેશવાનંદ ભારતી કેસનો છે, જેમાં 68 દિવસો સુધી સુનાવણી ચાલી હતી. - સુન્ની વકફ બોર્ડના વકીલે જફરયાબ જિલાનીએ ચુકાદા પર પ્રેસ કોંન્ફ્રેંસ કરી કહ્યું, 'અમે ચુકાદા પર અત્યારે ચર્ચા કરીશું અને પછી નક્કી કરીશું કે તેની સમીક્ષા માટે અરજી દાખલ કરીશું કે નહી. આ ચુકાદાનો આદર કરવો જોઇએ. અમે તેના વિરૂદ્ધ કોઇ પ્રદર્શન કરવું