નવાઝ શરીફઃ જીવન-મૃત્યુ વચ્ચેનો અંતિમ જંગ, ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા, દુઆઓનો દોર

  • નવાઝ શરીફઃ જીવન-મૃત્યુ વચ્ચેનો અંતિમ જંગ, ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા, દુઆઓનો દોર
    નવાઝ શરીફઃ જીવન-મૃત્યુ વચ્ચેનો અંતિમ જંગ, ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા, દુઆઓનો દોર

લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત અત્યંત નાજુક થઈ ગઈ છે. તેમના પ્લેટલેટ્સ ઘટીને 24,000 પર આવી ગયા છે અને પાકિસ્તાનના ડોક્ટરોએ હવે હાથ ઊંચા કરી લીધા છે. જેના કારણે નવાઝ શરીફની તબિયતમાં સુધારા માટે દેશભરમાં દુઆઓનો દોર શરૂ થયો છે. 

બીજી તરફ પાકિસ્તાનના પારિવારિક સુત્રએ ડોન ન્યૂઝને જણાવ્યું કે, "નવાઝ શરીફ આખરે લંડન જવા માટે તૈયાર થઈ ગયા છે. કેમ કે પાકિસ્તાનના ડોક્ટરોએ કહ્યું છે કે, તેઓ તમામ પ્રયાસ કરી ચૂક્યા છે અને હવે વિદેશ જવું જ એકમાત્ર વિકલ્પ છે."

સૂત્રે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ દ્વારા ઈમરાન ખાન સરકારને નવાઝ શરીફની વિદેશ યાત્રા માટે ડોક્ટરોએ આપેલી સલાહથી માહિતગાર કરાયા છે. ડોક્ટરોની સલાહ અનુસાર શરીફનું નામ એક્ઝીટ કન્ટ્રોલ લિસ્ટ(ECL)માંથી દૂર કરવા માટે ઈમરાન સરકારને વિનંતી કરાઈ છે, જેથી તેઓ દેશની બહાર જઈ શકે.