અયોધ્યા સ્થિતિ સુપ્રીમ કોર્ટ સવારે 10.30 કલાકે સંભાળાવ હેકડો

  • અયોધ્યા સ્થિતિ સુપ્રીમ કોર્ટ  સવારે 10.30 કલાકે સંભાળાવ હેકડો
    અયોધ્યા સ્થિતિ સુપ્રીમ કોર્ટ સવારે 10.30 કલાકે સંભાળાવ હેકડો

વી દિલ્હીઃ અયોધ્યા કેસમાં આવતીકાલે એટલે કે શનિવારે સર્વોચ્ચ અદાલત પોતાનો ચૂકાદો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યા કેસના ચૂકાદાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે દેશનાં તમામ રાજ્યોને સતર્ક રહેવા માટે ગુરુવારે જ એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. ગૃહમંત્રાલયના એક ટોચના અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક સામાન્ય સલાહ આપવામાં આવી છે.  અધિકારીએ જણાવ્યું છે કે, રાજ્યોને તમામ સંવેદનશીલ સ્થળોએ પુરતી પ્રમાણમાં સુરક્ષા વ્યવસ્થા કરવા અને કોઈ પણ અપ્રિય ઘટના ન ઘટે તેનું ધ્યાન રાખવા માટે આદેશ અપાયા છે.  ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરમી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ કરવામાં આવી હતી. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.