Ayodhya Case : ઉત્તર પ્રદેશમાં તમામ સ્કૂલ-કોલેજ સોમવાર સુધી રહેશે બંધ

  • Ayodhya Case : ઉત્તર પ્રદેશમાં તમામ સ્કૂલ-કોલેજ સોમવાર સુધી રહેશે બંધ
    Ayodhya Case : ઉત્તર પ્રદેશમાં તમામ સ્કૂલ-કોલેજ સોમવાર સુધી રહેશે બંધ

લખનઉઃ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ આવતીકાલે સવારે 10.30 કલાકે પોતાનો ચૂકાદો સંભળાવશે. અયોધ્યા કેસની 40 દિવસ સુધી નિયમિત સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના ચૂકાદાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની તમામ સ્કૂલ કોલેજ સોમવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. 

આ અગાઉ, આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે કાયદો-વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરી હતી. મુખ્ય ન્યાયાધિશે ડીજીપી અને મુખ્ય સચિવને સુરક્ષા મુદ્દે વધારાની જરૂરિયાતો અંગે પુછ્યું હતું. 

આ દરમિયાન કેન્દ્ર સરકારે અયોધ્યામાં વધારાના 4000 સુરક્ષા દળોની ટુકડીઓ મોકલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશ સહિત દેશનાં તમામ રાજ્યોને અયોધ્યા ચૂકાદાને ધ્યાનમાં રાખીને તમામ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા જણાવ્યું છે.