'Recycle4Life' : રિલાયન્સના અભિયાનમાં એક્ઠી કરાઈ કચરામાં ફેંકી દેવાયેલી 78 ટન પ્લાસ્ટિક બોટલ્સ

  • 'Recycle4Life' : રિલાયન્સના અભિયાનમાં એક્ઠી કરાઈ કચરામાં ફેંકી દેવાયેલી 78 ટન પ્લાસ્ટિક બોટલ્સ
    'Recycle4Life' : રિલાયન્સના અભિયાનમાં એક્ઠી કરાઈ કચરામાં ફેંકી દેવાયેલી 78 ટન પ્લાસ્ટિક બોટલ્સ

મુંબઈઃ વડાપ્રધાનના 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓમાં 'Recycle4Life' નામનું એક અભિયાન ચલાવાયું હતું. આ અભિયાનમાં કચરામાં ફેંકી દેવાયેલી 78 ટન પ્લાસ્ટિકની બોટલ્સ એક્ઠી કરવામાં આવી હતી. કચરામાં ફેંકી દેવાયેલી પ્લાસ્ટિકની બોટલોને એક્ઠી કરવાનું આ મહાઅભિયાન રિલાયન્સના દેશભરમાં આવેલા 3 લાખ કર્મચારી, તેમનાં પરિવારના સભ્યો અને રિલાયન્સની સાથી કંપની જિયો, રિલાયન્સ રિટેલ્સ દ્વારા સમગ્ર દેશમાં ચલાવાયું હતું.  

'Recycle4Life' અભિયાન ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓને તેમની આસપાસ જ્યાં કંઈ પણ ફેંકી દેવાયેલી પ્લાસ્ટિકની બોટલ દેખાય તો તેને લઈને ઓફિસમાં રિસાઈકલિંગ લાવવા માટે જણાવાયું હતું. સ્વચ્છ અને હરિયાળી ધરતી બનાવવા માટે રિલાયન્સ અને તેની સહયોગી કંપનીએ સમગ્ર દેશમાં સંદેશો ફેલાવ્યો હતો. 

આ અંગે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યું કે, "રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમારું માનવું છે કે, આપણા પર્યાવરણની જાળવણી કરવી સૌથી મહત્વની બાબત છે. 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત રિલાયન્સ કંપની દ્વારા 'Recycle4Life' અભિયાન શરૂ કરાયું હતું. જેનો હેતુ લોકોમાં રિસાઈકલિંગનું મહત્વ જણાવાનો અને જાગૃતિ લાવવાનો હતો. રિલાયન્સના કર્મચારી અને તેના પરિવારનાં હજારો સભ્યોએ સ્વયંસેવક બનીને આ અભિયાનમાં સહયોગ આપ્યો અને સાથે જ ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ અને હરિયાળી ધરતીનો પાયો નાખ્યો હતો."