Ayodhya Verdict : સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર જૂઓ શું કહ્યું લાલ કૃષ્ણ અડવાણીએ....

  • Ayodhya Verdict : સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર જૂઓ શું કહ્યું લાલ કૃષ્ણ અડવાણીએ....
    Ayodhya Verdict : સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર જૂઓ શું કહ્યું લાલ કૃષ્ણ અડવાણીએ....

નવી દિલ્હીઃ અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદના 134 જુના કેસનો શનિવારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદા સાથે અંત લાવી દીધો હતો. આ અંગે ભાજપના વરિષ્ઠ નેતા અને દેશમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રા કાઢનારા લાલકૃષ્ણ અડવાણીએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, સમાજના વિકાસ માટે સૌએ સાથે રહેવાની જરૂર છે. 

પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું કે, "સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સ્વાગત કરું છું. અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પણ 5 એકર જમીન આપવાનો નિર્ણય લીધો છે. સમાજના વિકાસ માટે સૌએ સાથે રાખવાની જરૂર છે. રામ મંદિર નિર્માણ આંદોલનનો ભાગ બનવા માટે ભગવાનનો આભાર માનું છું. આઝાદી પછી આ દેશનું સૌથી મોટું આંદોલન હતું, જેનું પરિણામ આજે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદા સાથે આવ્યું છે."