રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ગુજરાતના મહેમાન, હીરા બા સાથે કરશે મુલાકાત

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ગુજરાતના મહેમાન, હીરા બા સાથે કરશે મુલાકાત

અમદાવાદ : ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિને આવકારવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહ્યા હતા. ઉપરાંત મુખ્ય સચિવ ડૉ. જે.એન સિંઘ, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા, કલેક્ટર ડૉ. વિક્રાંત પાંડે, પોલીસ કમિશનર એ.કે સિંઘ સહિતનાં ઉચ્ચે અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે પુષ્પ દ્વારા રાષ્ટ્રપતિનું અભિવાદન કર્યું હતું.

રાષ્ટ્રપતિ હિરાબાની પણ મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિ પોતાની મુલાકાત દરમિયાન કોબા ખાતે જૈન આરાધના કેન્દ્રના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર રાજભવન ખાતે તેઓ રાત્રિરોકાણ કરશે. 13મીએ રાજભવનમાં કેન્દ્રીય કૃષીમંત્રી પરુષોત્તમ રૂપાલા અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યાર બાદ તેઓ નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની મુલાકાત લેવા માટે પણ જશે. 13મીએ બપોરે દિલ્હી પરત ફરશે.