ગંભીર સંકટ તરફ આગળ વધી રહી છે ભારતીય અર્થવ્યવસ્થા: રઘુરામ રાજનની ચેતવણી

  • ગંભીર સંકટ તરફ આગળ વધી રહી છે ભારતીય અર્થવ્યવસ્થા: રઘુરામ રાજનની ચેતવણી
    ગંભીર સંકટ તરફ આગળ વધી રહી છે ભારતીય અર્થવ્યવસ્થા: રઘુરામ રાજનની ચેતવણી

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકના (RBI) પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશનાં મહેસુલી નુકસાન અંગે ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે, વધી રહેલ મહેસુલી નુકસાન એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાને એક ખુબ જ ચિંતાજનક અવસ્થા તરફ ધકેલી રહ્યું છે. બ્રાઉન યુનિવર્સિટીમાં ઓપી જિંદલ લેક્ચર દરમિયાન પ્રખ્યાત અર્થશાસ્ત્રી રઘુરામ રાજને આ ટિપ્પણી કરી હતી.


આર્થિક દ્રષ્ટિકોણમાં અનિશ્ચિતતા
રાજને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાનાં ગંભીર સંકટનું કારણ અર્થવ્યવસ્થા મુદ્દે દ્રષ્ટીકોણમાં અનિશ્ચિતતા છે. તેમણે કહ્યું કે, ગત્ત ઘણા વર્ષો સુધી સારુ પ્રદર્શન કર્યા બાદ ભારતીય અર્થવ્યવસ્થામાં ઉલ્લેખનીય સ્તર પર સુસ્તી આવી છે. વર્ષ 2016નાં પહેલા ત્રિમાસિકમાં વિકાસ દર 9 ટકા રહી હતી.