જમ્મુ-કાશ્મીર: હરી સિંહ રોડ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, ૭ લોકો ઘાયલ

  • જમ્મુ-કાશ્મીર: હરી સિંહ રોડ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, ૭ લોકો ઘાયલ
    જમ્મુ-કાશ્મીર: હરી સિંહ રોડ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, ૭ લોકો ઘાયલ

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના હરી સિંહ રોડ પર આતંકીઓએ આજે ગ્રેનેડ હુમલો કર્યો. પ્રાથમિક માહિતી મુજબ આતંકીઓ દ્વારા કરાયેલા આ ગ્રેનેડ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોની હાલાત હાલ સ્થિર જણાવવામાં આવી રહી છે.  હુમલા બાદ પોલીસ અને સુરક્ષાદળોએ તરત વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અત્રે જણાવવાનું કે આજે જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાનો બે દિવસનો  ભારત પ્રવાસ પૂરો કરીને નેપાળ રવાના થઈ ગયા છે.