પીએમ મોદીના ભત્રીજી દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયા, પર્સ ચોરીને બે બદમાશ ફરાર

  • પીએમ મોદીના ભત્રીજી દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયા, પર્સ ચોરીને બે બદમાશ ફરાર
    પીએમ મોદીના ભત્રીજી દિલ્હીમાં ધોળા દિવસે લૂંટાયા, પર્સ ચોરીને બે બદમાશ ફરાર

દિલ્હી(Delhi) માં ક્રાઈમ રેટ  કેટલો ઉંચો ગયો છે, અને દિલ્હીમાં દિનદહાડે કેવા ક્રાઈમ બને છે તેનો મોટો અનુભવ પીએમ નરેન્દ્ર મોદી ની ભત્રીજી સાથે થયો છે. પીએમ મોદીની ભત્રીજી દમયંતી મોદી સાથે દિલ્હીમાં પર્સ ચોરીનો બનાવ બન્યો છે. દમયંતીબેન મોદી સાથે દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં આ ઘટના બની હતી. અમૃતસરથી દિલ્હી આવ્યા બાદ ગુજરાતી સમાજ ભવન  બહાર રીક્ષાથી ઉતરતા જતા હતા ત્યારે તેમનું પર્સ ચોરીને ફરાર થયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી દમયંતી મોદી આજે શનિવારે સવારે અમૃતસરથી દિલ્હી પહોંચ્યા હતા. તેમનો દિલ્હીમાં બહુ જ ખરાબ અનુભવ થયો હતો. દિલ્હીમાં સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલ ગુજરાતી સમાજમાં દમયંતી મોદીએ રુમ બૂક કરાવ્યો હતો. તેઓ જૂની દિલ્હીથી રીક્ષામાં પરિવારની સાથે ગુજરાતી ભવન પહોંચ્યા હતા. તેઓ જેમ ગેટ પર ઉતર્યા, તેમ સ્કૂટી પર સવાર બે બદમાશો તેમનું પર્સ ચોરીને ફરાર થયા હતા.