ખેડાઃ કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત, રુફ ફાડીને લાશો બહાર કઢાઇ

  • ખેડાઃ કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત, રુફ ફાડીને લાશો બહાર કઢાઇ
    ખેડાઃ કાર અને લક્ઝરી વચ્ચે અકસ્માતમાં 5 લોકોના મોત, રુફ ફાડીને લાશો બહાર કઢાઇ

ગુજરાતમાં દરરોજ માર્ગ અકસ્માતની  ઘટનાઓ બનતી રહે છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતો હોય છે. આવી જ એક ઘટના મધ્ય ગુજરાતમાં આવેલા ખેડા જિલ્લાના (Kheda District) ગળતેશ્વર તાલુકામાં બની છે. જ્યાં લક્ઝરી બસ (Luxury Bus)અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માત સર્જાવાની સાથે જ સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠાં થયા હતા. અને 108 એમ્બ્યુલન્સને (108 ambulances)બોલાવી હતી. આ ઉપરાંત સ્થાનિક પોલીસ (police) પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.