બનાસકાંઠાના ખેરમાળમાં પૈસા સામે 13 વર્ષીય કિશોરીના બાળલગ્ન

  • બનાસકાંઠાના ખેરમાળમાં પૈસા સામે 13 વર્ષીય કિશોરીના બાળલગ્ન
    બનાસકાંઠાના ખેરમાળમાં પૈસા સામે 13 વર્ષીય કિશોરીના બાળલગ્ન

ગુજરાતને દેશ વિદેશમાં પ્રસિદ્ધિ મળેલી છે. ગુજરાતમાં વિકાસ ચોમેર થયો હોવાની વાતો થઇ રહી છે. વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં બાળલગ્ન જેવી બદીઓ દૂર થઇ હોવાના દાવાઓ પોકળ નીકળ્યા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકાના એક ગામમાં માત્ર 13 વર્ષીય કિશોરીને પૈસાના બદલામાં લગ્ન કરાવ્યા હોવાની ઘટના સામે આવી છે. પૈસા સામે કિશોરીના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં ઘટના પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત વચેટિયાઓનો પૈસાની બાહેંધરી આપતો વીડિયો પણ સામે આવ્યો છે