60 વર્ષમાં સૌથી શક્તિશાળી વાવાઝોડાનો જાપાનમાં કહેર

  • 60 વર્ષમાં સૌથી શક્તિશાળી વાવાઝોડાનો જાપાનમાં કહેર
    60 વર્ષમાં સૌથી શક્તિશાળી વાવાઝોડાનો જાપાનમાં કહેર

જાપાન માં શનિવારે આવેલું શક્તિશાળી વાવાઝોડું હેજિબિસ હવે રાજધાની ટોક્યો  તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. વાવાઝોડા પહેલા જોરદાર વરસાદ થયો હતો. 16 લાખથી વધારે લોકોને સુરક્ષિત સ્થાનો ઉપર જવા માટે કહી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને 60 વર્ષમાં સૌથી વધારે શક્તિશાળી ગણાવવામાં આવી રહ્યું છે.વાવાઝોડાના કારણે પરિવહન અને લાઇટની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઘણી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.ભીષણ વાવાઝોડાના કારણે પહેલા જ રગ્બી વર્લ્ડ કપની બે મેચો રદ કરવી પડી છે. આ કારણે સુજુકા ગ્રાન્ડ પ્રિક્સમાં પણ વિઘ્ન આવ્યું છે. 1600થી વધારે વિમાન ઉડાન ભરી શક્યા નથી.