જાણો PM મોદી-શી જિનપિંગની આજની મુલાકાતનો કાર્યક્રમ, થશે મહત્વની બેઠક

  • જાણો PM મોદી-શી જિનપિંગની આજની મુલાકાતનો કાર્યક્રમ, થશે મહત્વની બેઠક
    જાણો PM મોદી-શી જિનપિંગની આજની મુલાકાતનો કાર્યક્રમ, થશે મહત્વની બેઠક

ચેન્નાઇ : મહાબલિપુરમમાં આજે વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહામુલાકાત થઇ. વડાપ્રધાન મોદીની પહેલી ઝલક ત્યારે જોવા મળી, તો તેણે પણ જોયું મોઢામાંથી એટલું જ નિકળ્યું વાહ શું સ્ટાઇલ છે. વડાપ્રધાન મોદીનો આ જ અલગ અંદાજ તેમને બાકી કોઇ પણ વિશ્વ નેતાથી અલગ પાડે છે. વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિનું વેલકમ કર્યું. ચીનના રાષ્ટ્રપતિ અનૌપચારિક શીખર વાર્તામાં ડ્રેસ મુદ્દે ઔપચારિક જ રહ્યા કારણ કે જિનપિંગે સફેદ ફોર્મલ શર્ટ અને બ્લેક પેંટ પહેર્યું હતું.

વડાપ્રધાન મોદીએ પહેલા અર્જુન તપસ્થલીમાં ફરતા રહેતા જિનપિંગને સ્થળ અંગેની તમામ માહિતી આપી. ત્યાર બાદ બંન્ને નેતા હરતા ફરતા ચર્ચા કરતા રહ્યા. પંચરથમાં પણ મોદી અને જિનપિંગની ચર્ચા ચાલુ રહી. બંન્ને નેતાઓને ઇંટરપ્રેટર થોડા અંતરે ચાલી રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો આગામી કાર્યક્રમ અનુસાર તેઓ વહેલી સવારે ડેલિગેશ લેવલની ચર્ચા થવાની છે. બીજા દિવસના કાર્યક્રમ અનુસાર સવારે 09.50 વાગ્યે તાજ હોટલમાં બંન્ને વચ્ચે પહોંચશે. 

10.00 વાગ્યે ચાય પે ચર્ચા થશે. જ્યાં બંન્ને વચ્ચે ઔપચારિક મુલાકાત થશે.
11.45 વાગ્યે બંન્ને દેશના રાષ્ટ્રાધ્યક્ષો વડાપ્રધાન મોદી સાથે લંચ લેશે.
12.45 વાગ્યે ચેન્નાઇ એરપોર્ટ પર જવા માટે રવાના થશે.
13.30 વાગ્યે તેઓ પોતાના પ્લેન પર સવાર થઇને રવાના થશે.