રસપ્રદ છે જિનપિંગની લવ સ્ટોરી, 40 મિનિટમાં લીધો જીવનનો સૌથી મહત્વનો નિર્ણય

  • રસપ્રદ છે જિનપિંગની લવ સ્ટોરી, 40 મિનિટમાં લીધો જીવનનો સૌથી મહત્વનો નિર્ણય
    રસપ્રદ છે જિનપિંગની લવ સ્ટોરી, 40 મિનિટમાં લીધો જીવનનો સૌથી મહત્વનો નિર્ણય

નવી દિલ્હી : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતમાં છે. શી જિનપિંગ નું હિન્દુસ્તાનમાં જે પ્રકારે સ્વાગત થયું. તેઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. આ અગાઉ સપ્ટેમ્બર 2014માં શી જિનપિંગ જ્યારે ત્રણ દિવસની મુલાકાત પર ભારત આવ્યા હતા તો તેમની સાથે તેમની પત્ની પેંગ લિયુઆન પણ સાથે હતા. જો કે આ વખતે શી જિનપિંગ એકલા જ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શી જિનપિંગની પત્ની પેંગ લિયુયાન ખુબ જ લોકપ્રીય છે.


પેંગ ચીનના એક લોકગીત ગાયીકા છે અને તે ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી ચીની રાષ્ટ્રપતિના વિદેશી મુલાકાતમાં તેમની પત્નીને જાણીબુઝીને જ દુર રાખવામાં આવતા હતા, પરંતુ પેંગ લિયુયાને ભારત આવીને તે પરંપરા તોડી હતી.