નિર્દયી પિતા : ભૂખી બાળકીઓને દૂધની જગ્યાએ પિતાએ પીવડાવ્યો દારૂ અને પછી...

  • નિર્દયી પિતા : ભૂખી બાળકીઓને દૂધની જગ્યાએ પિતાએ પીવડાવ્યો દારૂ અને પછી...
    નિર્દયી પિતા : ભૂખી બાળકીઓને દૂધની જગ્યાએ પિતાએ પીવડાવ્યો દારૂ અને પછી...

નવી દિલ્હી: માતા અને પિતા માટે તેમના બાળકો કાળજાના ટુકડાં હોય છે. પરંતુ આ તે કેવો બાપ કે નાના ભૂલકાઓએ ખાવાનું માંગ્યું તો તેણે તેના બાળકોને દારૂ પીવડાવી દીધો અને મોતના દ્વાર સુધી પહોંચાડી દીધા. આ ઘટના યુક્રેનના ખેરસનની છે. એક બાપે પોતાની 2 અને 4 વર્ષની બાળકીઓને ભૂખ લાગી તો વાઈન પીવડાવી દીધી. કારણ કે તેમના ઘરમાં દૂધ ખતમ થઈ ગયું હતું. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ બાળકીઓ રસ્તા પર લથડિયા ખાતી હતી અને ત્યારબાદ બેહોશ થઈ ગઈ હતી.  દારૂ પીવડાવવાના કારણે બાળકીઓને આલ્કોહોલ પોઈઝનિંગ થઈ ગયું. બાળકીઓ ખુબ ભૂખી હતી અને તેમણે લંચ સમયે પિતા પાસે ભોજન માંગ્યું હતું. બાળકીઓના જણાવ્યાં મુજબ તેમણે ભોજનની માંગણી કરી તો પિતાએ દારૂથી બોટલ ભરીને તેમને પકડાવી દીધી હતી. બંને હાલ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલતમાં સુધારો છે. ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેઓ મોતના મુખ સુધી પહોંચી ગઈ હતી. પિતાનું નામ મિકોલા છે અને પોલીસે તેની ધરપકડ  કરી લીધી છે.