પાકિસ્તાનને જબરદસ્ત લપડાક, શી જિનપિંગ-પીએમ મોદી વચ્ચે શું વાતચીત થઈ? તે ખાસ જાણો

  • પાકિસ્તાનને જબરદસ્ત લપડાક, શી જિનપિંગ-પીએમ મોદી વચ્ચે શું વાતચીત થઈ? તે ખાસ જાણો
    પાકિસ્તાનને જબરદસ્ત લપડાક, શી જિનપિંગ-પીએમ મોદી વચ્ચે શું વાતચીત થઈ? તે ખાસ જાણો

નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે થયેલા અનૌપચારિક શિખર સમિટ દરમિયાન કાશ્મીર મુદ્દે એકવાર પણ ચર્ચા થઈ નથી. જ્યારે આતંકવાદ ઉપર વિસ્તૃત ચર્ચા થઈ. વિદેશ સચિવ વિજય ગોખલેએ બંને નેતાઓની શિખર વાર્તા બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની જાણકારી આપી. બંને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતમાં કાશ્મીર મુદ્દો ન ઉઠ્યો તે ભારત સરકારની મોટી કૂટનીતિક જીત અને પાકિસ્તાનની નિષ્ફળતા ગણવામાં આવી રહી છે. આ અગાઉ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કાશ્મીર મુદ્દાના કારણે બંને નેતાઓ વચ્ચેની વાતચીત પાટા પરથી ઉતરી શકે છે. એમા પણ જ્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન જિનપિંગના ભારત પ્રવાસ પહેલા ચીન પહોંચી ગયા અને ચીને પાકિસ્તાન પર યુએન ચાર્ટર મુજબ સમસ્યાનું નિરાકરણ લાવવાની વાત કરી દીધી ત્યારે થોડો તણાવ જોવા મળ્યો હતો. જો કે પાકિસ્તાન અને વડાપ્રધાન ઈમરાન ખાનની આ બેઠક નિષ્ફળ કરવાની અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાની તમામ કોશિશો ફેલ ગઈ.