ઉન્નાવ રોડ અકસ્માતમાં કુલદીપ સેંગરને મળી મોટી રાહત, CBIએ હત્યાનો આરોપ હટાવ્યો

  • ઉન્નાવ રોડ અકસ્માતમાં કુલદીપ સેંગરને મળી મોટી રાહત, CBIએ હત્યાનો આરોપ હટાવ્યો
    ઉન્નાવ રોડ અકસ્માતમાં કુલદીપ સેંગરને મળી મોટી રાહત, CBIએ હત્યાનો આરોપ હટાવ્યો

લખનઉ: ઉન્નાવ રેપ કાંડ (Unnao Rape Case) સંલગ્ન એક્સિડન્ટ કેસમાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર (Kuldeep Singh Sengar)ને રાહત મળી છે. સીબીઆઈએ ઉન્નાવ બળાત્કાર પીડિતા દુર્ઘટના મામલે પોતાની પહેલી ચાર્જશીટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેના અન્ય સહયોગીઓ વિરુદ્ધ આજે હત્યાનો આરોપ હટાવી દીધો છે.  જુલાઈ માસમાં થયેલા એક રોડ અકસ્માતમાં પીડિતાના બે સંબંધીઓ સહિત કાર ડ્રાઈવરનું મોત થયું હતું. આ બાજુ પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ અકસ્માત બાદ પીડિતાના કાકાએ કુલદીપ સિંહ સેંગર સહિત અનેક લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.