ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભારત પ્રવાસ પૂરો, નેપાળ જવા રવાના થયા

  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભારત પ્રવાસ પૂરો, નેપાળ જવા રવાના થયા
    ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભારત પ્રવાસ પૂરો, નેપાળ જવા રવાના થયા

ચેન્નાઈ: મહાબલીપુરમ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો બે દિવસનો ભારત પ્રવાસ પૂરા થઈ ગયો છે. હવે તેઓ નેપાળ જવા માટે રવાના થઈ ગયા. શનિવારે મેજબાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી વિદાય લઈને જિનપિંગ કોવલમથી ચેન્નાઈ એરપોર્ટ પહોંચ્યાં જ્યાંથી તેઓ પોતાના વિમાન દ્વારા નેપાળ જવા રવાના થયાં. આ અગાઉ તાજ ફિશરમેન  હોટલના કોવ રિસોર્ટમાં બંને નેતાઓ વચ્ચે બીજી અનૌપચારિક મુલાકાત થઈ. જે બાદ બંને દેશોના પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં કહ્યું કે, હું આપ સૌનું દિલથી સ્વાગત કરુ છું. ચીનની સ્થાપનાની 70મી વર્ષગાંઠ પર તમામ નાગરિકોને શુભકામનાઓ પાઠવું છું. ભારત અને ચીન દુનિયાની આર્થિક શક્તિઓ રહી છે. વર્તમાન શતાબ્દીમાં આપણે સહકારથી અગાઉનું ગૌરવ પરત મેળવીશું. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે, ભારતમાં સ્વાગત મારા માટે યાદગાર ક્ષણ છે. આ મુલાકાતથી ભારત ચીન વચ્ચે ભાવાત્મક સંબંધ બંધાયો છે. અનૌપચારિક મુલાકાતથી સંબંધમાં ઘણી પ્રગતિ થઇ છે. પીએમ મોદી અને મેં મિત્રોની જેમ વાતચીત કરી છે.