2 રૂપિયા સુધી મોંઘું થશે પેટ્રોલ! ભારત માટે ઇરાનથી આવ્યા ખરાબ સમાચાર

  • 2 રૂપિયા સુધી મોંઘું થશે પેટ્રોલ! ભારત માટે ઇરાનથી આવ્યા ખરાબ સમાચાર
    2 રૂપિયા સુધી મોંઘું થશે પેટ્રોલ! ભારત માટે ઇરાનથી આવ્યા ખરાબ સમાચાર

નવી દિલ્હી: ભારતીય માર્કેટમાં પેટ્રોલ ટૂંક સમયમાં 2 રૂપિયા સુધી મોંઘુ થઇ શકે છે. જોકે શુક્રવારે સવારે ઇરાનથી ઓઇલને લઇને એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ઇરાનમાં એક મોટા ધમાકામાં ઇરાની ઓઇલ ટેન્કરમાં આગ લાગી હતી. ગ્લોબલ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર ધમાકો સાઉદી અરબના તટીય શહેર જેદ્દાહથી 97 કિલોમીટર દૂર થયો છે. રિપોર્ટ્સ અનુસાર જે ટેન્કરમાં ધમાકો થયો છે તે ઇરાનની ઓઇલ કંપની નેશનલ ઇરાની ઓઇલ કંપની (NIOC)નું ટેન્કર છે. ત્યારબાદથી ક્રૂડ માર્કેટમાં હડકંપ મચી ગયો છે. બ્રેંટ ક્રૂડના ભાવમાં 2 ડોલર પ્રતિ બેરલનો ઉછાળો જોવા મળ્યો હતો. 

ક્રૂડમાં જોવા મળ્યો જોરદાર ઉછાળો
ઇરાન ઓઇલ ટેન્કરમાં બ્લાસ્ટના સમાચાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બ્રેંટ ક્રૂડના ભાવ 58 ડોલર પ્રતિ બેરલથી વધીને 60 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં ક્રૂડના ભાવ વધુ ઝડપની વધી શકે છે. એક્સપર્ટનું માનીએ તો તેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડશે. કારણ કે ભારત મોટાભાગે કાચું ઓઇલ ઇંપોર્ટ કરે છે. આગામી દિવસોમાં પેટ્રોલની કિંમતોમાં એક ઝાટકે વધારો જોવા મળી શકે છે. પેટ્રોલમાં 2 રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે.