અમીર ભારતીયોની યાદીમાં ગુજરાતીઓનો દબદબો, ફોર્બ્સની સૂચિમાં ટોચના 5માંથી 4 ગુજરાતીઓ

  • અમીર ભારતીયોની યાદીમાં ગુજરાતીઓનો દબદબો, ફોર્બ્સની સૂચિમાં ટોચના 5માંથી 4 ગુજરાતીઓ
    અમીર ભારતીયોની યાદીમાં ગુજરાતીઓનો દબદબો, ફોર્બ્સની સૂચિમાં ટોચના 5માંથી 4 ગુજરાતીઓ

નવી દિલ્હી: ફોર્બ્સ મેગેઝીનની સૌથી અમીર ભારતીયોની સૂચિમાં મુકેશ અંબાણી સતત 12માં વર્ષે પહેલા ક્રમે છે. જ્યારે ગૌતમ અદાણી આઠમા ક્રમેથી છલાંગ સાથે બીજા સૌથી અમીર ભારતીય બન્યા છે. ખાસ વાત એ છે કે આ સૂચિમાં સામેલ સૌથી પાંચ અમીર ભારતીયોમાં ચાર ગુજરાતી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 51.4 અબજ ડોલર (3.5 લાખ કરોડ રૂપિયા) છે, જ્યારે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 1507 અબજ ડોલર (1.10 લાખ કરોડ રૂપિયા) છે.  ચાર ગુજરાતીઓની કુલ સંપત્તિ 7 લાખ કરોડ રૂપિયા 
100 સૌથી અમીર ભારતીયોની સૂચિમાં ટોચના ચાર ગુજરાતીઓની કુલ સંપત્તિ 96.9 અબજ ડોલર (7 લાખ કરોડ રૂપિયા) છે. મુકેશ અંબાણા પિતા ગુજરાતના ચોરવાડના રહીશ હતાં જેમણે રિફાઈનરીથી લઈને ટેલિકોમ સુધીનો બિઝનેસ ઊભો કર્યો. મુકેશ અંબાણીએ જીયો દ્વારા ટેલિકોમ બિઝનેસ ક્ષેત્રે ડગ માંડ્યા બાદ પોતાની સંપત્તિમાં 28,000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. જીયોના 34 કરોડ ગ્રાહકો છે.