ઇથોપિયાના PMને મળશે નોબેલ શાંતિ પુરસ્કાર, પાડોશી દેશ સાથે ઉકેલ્યો હતો સીમા વિવાદ

  • ઇથોપિયાના PMને મળશે નોબેલ શાંતિ પુરસ્કાર, પાડોશી દેશ સાથે ઉકેલ્યો હતો સીમા વિવાદ
    ઇથોપિયાના PMને મળશે નોબેલ શાંતિ પુરસ્કાર, પાડોશી દેશ સાથે ઉકેલ્યો હતો સીમા વિવાદ

ઓસ્લો : ઇથોપિયાના વડાપ્રધાન અબિય અહમદ અલીને પોતાનાં દેશમાં શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગ સ્થાપિત કરવાનાં તેમના પ્રયાસો માટે 2019ના નોબેલ શાંતિ પુરસ્કારના  માટે ચૂંટવામાં આવ્યા છે. તેમને ખાસકરીને પાડોશી દેશ ઇરિટ્રિયા સાથે બે દશકથી ચાલી રહેલા સીમા વિવાદને ઉકેલવામાં તેમની નિર્ણાયક પહેલ માટે પુરસ્કાર માચે પસંદગી કરવામાં આવ્યા છે. ઓસ્લોમાં 100માં નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા તરીકે તેમના નામની જાહેરાત કરવામાં આવી.


સમાચાર એજન્સી એફેએ નોબેલ સમિતીનાં હવાલાથી કહ્યું કે, તેમના સુધારાઓ માટે અનેક નાગરિકો વચ્ચે સારા જીવન અને સારા ભવિષ્ય માટેની આશા જગાવી હતી. નિવેદન અનુસાર તેમના પ્રયાસોની ઓળખ કરી અને સરાહનાની જરૂર છે. નિવેદન અનુસાર નોબેલ સમિતી આશા કરે છે કે પુરસ્કાર વડાપ્રધાન અબિય અહેમદના શાંતિ અને મેલ મિલાયના પ્રયાસોને મજબુતી પ્રદાન કરશે.