IND vs SA Pune Test Day 3: ટેલ એન્ડર્સ ભારે પડ્યા, છેવટે દક્ષિણ આફ્રિકા 275 રનમાં ઓલ આઉટ

  • IND vs SA Pune Test Day 3: ટેલ એન્ડર્સ ભારે પડ્યા, છેવટે દક્ષિણ આફ્રિકા 275 રનમાં ઓલ આઉટ
    IND vs SA Pune Test Day 3: ટેલ એન્ડર્સ ભારે પડ્યા, છેવટે દક્ષિણ આફ્રિકા 275 રનમાં ઓલ આઉટ

નવી દિલ્હી : પૂણેમાં રમાઇ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે 275 રનના સ્કોર પર દક્ષિણ આફ્રિકાની ટીમ ઓલ આઉટ થઇ છે. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન સસ્તામાં આઉટ થયા હતા જોકે ટેલ એન્ડર્સ ભારતીય બોલરો પર ભારે પડ્યા હતા.  ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. જેમાં મયંક અગ્રવાલે સદી ફટકારી હતી તો કેપ્ટન વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી અનેક રેકોર્ડસ પોતાને નામ કર્યા છે. મેચના બીજા દિવસે 601 રનના સ્કોર પર ભારતે દાવ ડિકલેર કર્યો હતો.  સાઉથ આફ્રિકાની ટીમ બેટીંગમાં ઉતરી હતી. જોકે શરૂઆત ખરાબ રહી હતી અને બેટ્સમેન સસ્તામાં આઉટ થયા હતા. માત્ર 36 રનના સ્કોર પર મહેમાન ટીમના ત્રણ ખેલાડી આઉટ થયા હતા. એ જોતાં એવું લાગતું હતું કે, દક્ષિણ આફ્રિકા માટે 200 રન બનાવવા પણ અશક્યા લાગી રહ્યા હતા. ત્રીજા દિવસે પહેલા સેશનમાં ભારતીય બોલરોએ 100 રન આપી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. પરંતુ બે વિકેટ પડ્યા બાદ ટેલ એન્ડર્સે ટીમ ઇન્ડિયાના બોલરોને પરસેવો પડાવ્યો હતો. જોકે બાદમાં 275 રનમાં ટીમ ઓલ આઉટ થઇ હતી.