ક્રિકેટ ઇતિહાસની સૌથી ધીમી બેટિંગનો સાક્ષી છે 11 ઓક્ટોબર, માત્ર ફટકાર્યા હતા આટલા રન

  • ક્રિકેટ ઇતિહાસની સૌથી ધીમી બેટિંગનો સાક્ષી છે 11 ઓક્ટોબર, માત્ર ફટકાર્યા હતા આટલા રન
    ક્રિકેટ ઇતિહાસની સૌથી ધીમી બેટિંગનો સાક્ષી છે 11 ઓક્ટોબર, માત્ર ફટકાર્યા હતા આટલા રન

નવી દિલ્હી: 'જેંટલમેન ગેમ'નો આ તે જમાનો હતો જ્યારે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) જ અસ્તિત્વમાં હતી. સીમિત ઓવરની મેચનો ઉદય થયો ન હતો. બેટ્સમેનનું ધ્યાન રન બનાવા કરતાં વધુ વિકેટ બચાવવા પર રહેતું હતું. પરિણામે ઘણીવાર બેટ્સમેન એટલું ધીમો રમતો કે દર્શકો ચોગ્ગા-છગ્ગા તો છોડો, એક-એક રન જોવા માટે પણ તરસતો હતો. 11 ઓક્ટોબર ક્રિકેટના ઇતિહાસમાં એક એવા દિવસના રૂપમાં નોંધાયો છે, જ્યારે દર્શકો દિવસભરની રમતમાં એકપણ ચોગ્ગો જોઇ ન શક્યા. આ મેચ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા (Pakistan vs Australia) વચ્ચે 1956માં રમાઇ હતી. 

મેજબાન પાકિસ્તાન (Pakistan) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે કરાચીમાં આ ઐતિહાસિક મેચ 11 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર વચ્ચે રમાઇ હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ઇયાન જોનસને મેચમાં ટોસ જીત્યો અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાની ટીમ 53.1 ઓવરની રમતમાં ફક્ત 80 રન બનાવીને આઉટ થઇ ગઇ. તેને પાકિસ્તાની સારી બોલિંગ કહો અથવા ઓસ્ટ્રેલિયાની ખરાબ બેટિંગ. પરંતુ હકિકત એ છે કે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ ના તો કોઇ ચોગ્ગો લાગ્યો અને ના તો કોઇ છગ્ગો.