પોરબંદરમાં ખેલ મહાકુંભની સ્પર્ધામાં મોટા ખેલાડીઓનો ખેલ?!

  • પોરબંદરમાં ખેલ મહાકુંભની સ્પર્ધામાં મોટા ખેલાડીઓનો ખેલ?!
    પોરબંદરમાં ખેલ મહાકુંભની સ્પર્ધામાં મોટા ખેલાડીઓનો ખેલ?!

પોરબંદર તા 10
પોરબંદરમાં જીલ્લાકક્ષાના ખેલમહાકુંભની એથ્લેટીકસની સ્પર્ધાઓમાં મોટા ખેલાડીઓએ ખેલ પાડીને અલગ-અલગ એઇજમાં ચોકકસ મોટી ઉંમરના બાળકોને રમાડીને જીતાડવામાં આવ્યા હોવાની ચોંકાવનારી ફરિયાદો ઉચ્ચકક્ષાએ થઇ છે અને આ પ્રકારનો ખેલ પાડનારાઓ સામે કડક કાર્યવાહીની માંગણી ઉઠવા પામી છે.
પોરબંદરના પરેશભાઇ ભાણજીભાઇ નનેરા નામના યુવાને ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ ઓથોરીટીને લેખીત ફરિયાદમાં જણાવ્યું હતું કે, ખેલમહાકુંભ ર019માં તાજેતરમાં પોરબંદરમાં એથ્લેટીકસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમના પુત્ર પરીને પણ ભાગ લીધો હતો અને સિગ્મા સ્કુલમાં ધો. 9 માં અભ્યાસ કરે છે અને અન્ડર-14 માં 600 મીટરની એથ્લેટીકસ દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેનો ચોથો ક્રમ આવ્યો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલ વિદ્યાર્થીની ઉમરનું પ્રુફ માંગેલું હતું પરંતુ તેણે આઇડી પ્રુફ પણ આપ્યું નથી અને ખેલમહાકુંભમાં સ્પષ્ટપણે નિયમ છે અને બહારના જીલ્લાના ખેલાડી હોય તો રેસીડેન્સીયલ પ્રુફ આપવાનું હોય છે. જે વિજેતા ખેલાડીએ સ્થળ ઉપર પણ આપ્યું ન હતું.
મહત્વની બાબત એ છે કે, જે વિજેતા ખેલાડી બન્યો છે તે 14 વર્ષ કે તેથી નીચેની વયનો નહીં પણ ઓવર એઇજ લાલગે છે અને તે અંગેનો મોબાઇલમાં વિડીયો પણ ઉતારીને આપ્યો હતો અને ઉમેરવામાં આવ્યું હતું કે, આ રીતે એથ્લેટીકસ સ્પર્ધામાં ગેઇમ ખેલનારાઓ સામે તપાસ થવી જોઇએ.
તાજેતરમાં પોરબંદરની એક મહીલા પ્રોફેસરે પણ આ જ પ્રકારની ફરિયાદ કરીને જણાવ્યું હતું કે, તેમની દિકરીએ અન્ડર- 9 ની દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેની સાથે દોડેલી અને વિજેતા બનેલી સ્પર્ધકો 1ર થી 14 વર્ષની વય ની જણાતી હતી આમ છતાં તેણે આવી રીતે ભાગ લઇને વિજેતા બની હોવાથી અન્ય નાની-નાની બાળાઓ મેદાનમાં જ રડી પડી હતી અને ત્યારબાદ બગવદર ખાતે યોજાયેલી સ્પર્ધામાં પણ આ જ પ્રકારની ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ઢાકોઢુંબો કરી દેવામાં આવ્યો છે આથી ખેલમહાકુંભની સ્પર્ધાઓ પારદર્શક રમાઇ નથી તેમ જણાવીને નિર્દોશ ભુલકાઓ સાથે ગેઇમ રમનારાઓ અને સમગ્ર સ્પર્ધાનું આયોજનની જવાબદારી અને રેફરીઓને કામ સોંપવામાં આવ્યું છે તેઓએ પણ બેદરકારી દાખવીને પુરતી તપાસ કરી નથી તેથી તમામ સામે તપાસની માંગણી કરી હતી.
લીવીંગ સર્ટી ને બદલે બોનાફાઇડ સર્ટી દ્વારા ગરબડ?!
પોરબંદરની અનેક સ્કુલોએ ખેલમહાકુંભમાં વિદ્યાર્થીઓને મેદાનમાં ઉતાર્યા હતા તેમાં ઘણીખરી સ્કુલોમાં તેમના જ વિદ્યાર્થીઓને વિજેતા બનાવવા માટે થઇને લીવીંગ સર્ટીને બદલે બોનાફાઇડ સર્ટી આપવામાં આવ્યા હતા. અને એમાં ગરબડ કરી હોવાનું સ્પષ્ટપણે અનેક જગ્યાએથી જણાયું હતું. કયાંક નામમાં ગરબડ તો કયાંક ઉમરમાં ગરબડ જણાઇ હતી. વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતરે ત્યારે તેને નામ પુછવામાં આવે તો અલગ હોય છે અને બોનાફાઇડ સર્ટીમાં તેનું નામ અલગ હોય છે આથી આ રીતે ખુદ શાળા સંચાલકો અને ક્ધવીનરોની મદદથી ગરબડ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરીને તપાસની માંગણી કરી છે.
મારી દિકરી મોટી ઉમરની સ્પર્ધકો સાથે કઇ રીતે જીતી શકે?
પોરબંદરના મહીલા પ્રોફેસરે પણ આ અંગેની એક ગંભીર ફરિયાદ કરીને જે તે સમયે જણાવ્યું હતું કે, તેમની દિકરીએ ખેલ મહાકુંભની અન્ડર- 9 એઇજ ની દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં તેની સાથે 9 વર્ષ કરતા ઘણી મોટી ઉંમરની છોકરીઓ દોડી હતી અને વચ્ચે-વચ્ચે ચોકકસ કર્મચારીઓ પણ ચાલુ સ્પર્ધાએ વચ્ચે આવતા હતા અને તે અંગે ની રજુઆત જે તે સમયે કરવામાં આવી હતી પરંતુ કોઇ જ પગલા લેવાયા ન હતા. આથી મારી દિકરી મોટી ઉમરની સ્પર્ધકો સાથે કઇ રીતે જીતી શકે? તેમ છતાં તે ચોથા ક્રમે આવતા રીતસરની રડી પડી હતી.