પોરબંદર જીલ્લાના ખેડૂતોને પાક નુકશાનીનું આર્થિક વળતર ચુકવો

  • પોરબંદર જીલ્લાના ખેડૂતોને પાક નુકશાનીનું આર્થિક વળતર ચુકવો
    પોરબંદર જીલ્લાના ખેડૂતોને પાક નુકશાનીનું આર્થિક વળતર ચુકવો

પોરબંદર તા 10
પોરબંદર જીલ્લાના ખેડૂતોને પાક નુકશાનીનું આર્થિક વળતર ચુકવવા માંગણી થઇ છે.
ભારતીય કીશાન સંઘના પ્રદેશ કોર કમીટીના સદસ્ય નાગાજણ સુધા જેઠવાએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, પોરબંદર જીલ્લાના ત્રણે તાલુકાઓ પોરબંદર, રાણાવાવ અને કુતિયાણાના ખેડૂતોએ વ્યાપક પ્રમાણમાં મુખ્ય મોસમ ચોમાસુ પાકનું વાવેતર કરેલ. ખેડૂતોએ વાવણી કરી અને ત્યારબાદ 4ર દિવસ સતત વરસાદનો અભાવ રહ્યો અને ત્યારબાદ ભાદરવા માસમાં જીલ્લાના ત્રણે તાલુકાઓમાં 4ર દિવસ સતત ભારેથી અતીભારે વરસાદ પડયો છે.
તેથી ખેડૂતોના ઉભા પાકમાં સતત વરસાદના કારણે અને પુર પ્રકોપના કારણે ખેડૂતોનો મહામુલો તેની જીવાઇ સમાન ઉભો પાક ભારે વરસાદના કારણે સડીને સંપુર્ણ નાશ પામ્યો છે. મુંગા પશુઓનો ચારો પણ સડી ગયો છે.અત્યારે આધુનિક ખેતીમાં મોંઘાભાવના બીયારણો, રાસાયણીક ખાતરો, મોંઘી મજુરી અને જંતુનાશક દવાઓ, કીટનાશક દવાઓ અને ખેડામણનો ભાર ેઆર્થીક ખર્ચ ખેડૂતોએ બેંક મારફત પાક ધીરાણ મેળવી કરેલો છે. તેથી ખેડૂતના આધારસમો ચોમાસુ પાક સદંતર ભારે વરાસદના કારણે સડીને નાશ પામ્યો છે.આવી વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થીક સહાય, નુકશાની નું વળતર, પાકવીમો વહેલીતકે મળી રહે તે માટે રાજય સરકારે તમામ કાનુની કાર્યવાહી કરી અને ખેડૂતોને વહેલીતકે આર્થીક વળતર મળી શકે તેવી કાનુની કાર્યવાહી કરવા અમારી લાગણી અને માંગણી છે.
નવા જલારામ મંદિરે એકયુપ્રેશર કેમ્પ યોજાશે
પોરબંદરના નવા જલારામ મંદિરે એકયુપ્રેશર કેમ્પ યોજાશે.
નવા જલારામ મંદિરે તા. 13/10/19ને રવિવારના રોજ 3જો ફીઝીયોથેરાપી તેમજ એકયુપ્રેસર કેમ્પ નિ:શુલ્ક રાખેલ છે. જેમાં રાજકોટથી ગુરૂજીશ્રી અરવિંદભાઇ વાળા તેમજ રમણીકભાઇ વીમલશાહ તેમની સેવા આપશે. હાડકા, કમર, ગોઠણ, નસ ખેંચાયેલ તેમજ અન્ય દર્દો માટે દર્દીઓની નિ:શુલ્ક કેમ્પનો લાભ લેવો. રવીવાર સવારે 10:30 થી 1ર:30 સુધી હવેલ તે પહેલાના ધોરણે ટોકન આપવામાં આવશે. અંદાજીત બે કેમ્પમાં પ00 દર્દીઓએ સેવાનો લાભ લીધેલ છે. તેવી યાદી પ્રમુખ પ્રફુલ જે. કોટેચાએ પાઠવેલ છે.