બીએપીએસનાં નવ દિક્ષીત 118સંતો રાજકોટમાં

રાજકોટ તા.10
ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીથી લઈને પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પૂ. મહંતસ્વામી મહારાજ તથા બી.એ.પી.એસ. સંસ્થાની ભગવી સેનામાં જોડાયેલા 1200 સંતોના અનેક કાર્યોમાંનું એક એટલે હરિભક્તોના હિતાર્થે વિચરણ યાત્રા.
આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખર સર કરનારા, પોતાના રોમેરોમમાં ભગવાનને ધારનાર, બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ કે જેઓના માત્ર દર્શને કરીને અનેક નાસ્તિક પણ આસ્તિક બન્યા છે અને ઉંચી આધ્યાત્મિક સ્થિતિએ પહોચ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે ભગવાનના કાર્યને આગળ વધારવા, વધુમાં વધુ જીવો ભગવાન સાથે જોડાય, નિયમ ધર્મ યુક્ત દરેકનું જીવન બને અને તેના જીવનું આત્યંતિક કલ્યાણ થાય, તે હેતુ માટે ધન-સ્ત્રીના ત્યાગી, પંચવર્તમાને યુક્ત, ભણેલા, ઉચ્ચ લૌકિક પદવી ધરાવતા 1000
કરતા વધુ યુવાનોને દીક્ષા આપી
સાધુ બનાવવાનું અદ્વિતીય અને અલૌકિક કાર્ય કરી સમાજને અમૂલ્ય ભેટ આપી છે.
પ.પૂ.મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે ભાગવતી દીક્ષા પ્રાપ્ત કરેલ નવયુવાન 118સંતોનુંઆગમન થયું હતું. આ નવદીક્ષિત સંતો મહંત સ્વામી મહારાજના સમર્પિત, ભણેલા, પંચવર્તમાને યુક્ત એવા સાધુઓની ભગવી સેનામાં જોડાઈનેબી.એ.પી.એસ. સંસ્થા દ્વારા ચાલતી માનવ ઉત્કર્ષની 162 જેટલી પ્રવૃતિઓને વેગ આપી, અનેકને આધ્યાત્મિકતાનો માર્ગ બતાવી, અનેક જીવોને ભગવાનની ઓળખાણ કરાવી, બાળકોમાં સંસ્કારોનું સિંચન કરી, લોકોને ખરાબ વ્યસનો અને દુષણોથી દૂર કરવાની પ્રેરણા આપી, કૌટુંબિક એકતાના બોધ આપી, ભારતીય સંસ્કૃતિનામુલ્યોનું પ્રવર્તન કરી અને ઉચ્ચ કક્ષાના એક આદર્શ સમાજના નિર્માણમાં તથા ભગવાન સ્વામિનારાયણના આત્યંતિક જીવોના કલ્યાણ કરવાના કાર્યમાં આ સંતો પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી જોડાઈ ગયા છે.
બી.એ.પી.એસ. સંસ્થામાં આદિવાસીથી લઈ અમેરિકાવાસી સુધીના તમામ વિસ્તારમાંથી સંતો દીક્ષા પ્રાપ્ત કરી માનવ ઉત્કર્ષના કાર્યમાં જોડાયેલ છે.
બી.એ.પી.એસ. રાજકોટ મંદિરના પ્રમુખ સ્વામી સભાગૃહમાં રાત્રે 9 થી 11 દરમ્યાન આ સંતોમાંના સંગીતજ્ઞ સંતોએ ભગવાન સ્વામિનારાયણના પરમહંસો રચિત કાઠીયાવાડીદુહા-છંદ અને કીર્તન-ભક્તિનો દિવ્ય લાભ આપ્યો હતો જેમાં 3000થી અધિક ભાવિક-ભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો.