ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે શરદ પૂનમ ઉજવાશે

  • ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે શરદ પૂનમ ઉજવાશે
    ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરે શરદ પૂનમ ઉજવાશે

રાજકોટ તા.10
સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ રાજકોટમાં તા. 13/11/2019ને રવિાવરના શરદ પૂનમના દિવસે સાંજના 9.30 થી 11.30 કલાક સુધી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના ભવ્ય વિશાળ સુશોભીત અને કલાત્મક એરક્ધડીશન્ડ સભા મંડપમાં "શરદપૂર્ણીમા મહોત્સવ કોઠારી સ્વામી હરિચરણદાસજી સ્વામી (બાપુ સ્વામી)ના પ્રમુખ સ્થાને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે. આ ધાર્મિક પ્રસંગે સ્વામિનારાયણ મુખ્ય મંદિરના યુવાન, વિદ્યવાન, વિનમ્ર અને વિવેકી મહંત શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધી પુનમોમાં શરદ પૂર્ણીમાનું ખાસ વિશેષ મહત્વ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં શરદ પૂર્ણીમાના મહોત્સવમાં સાંજના ચાર - ચાર થાળ ગવાય છે. તેમજ ચાર આરતિ કરવામાં આવે છે. જેથી આરતિનો
વિશેષ પ્રમાણમાં હરિભકતોને લાભ મળે છે.
"પંચાળામાં શ્રીજી મહારાજ રસીયો રાસ રમે આ રાસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખુબ જ પ્રખ્યાત છે. સંતો તથા હરિભકતો સમૂહમાં પંચાળાનો રાસ રમી વાતાવરણ વધારે ભક્તિમય બનાવશે. આ ધાર્મિક પ્રસંગે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ, રાજકોટના મહંત શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી પ્રવચન આપશે. આ પ્રસંગે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રીદેવપ્રકાશદાસજી સ્વામી, ભંડારી આત્મજીવનદાસજી સ્વામી, પૂજારી ભકતવત્સલ સ્વામી તથા કોઠારી જે.પી. સ્વામી બાલાજી હનુમાનજીછ મંદિરના મહંત સ્વામી વિવેકાસાગરદાસજી તથા કોઠારી મૂનિવત્સલદાસજી સ્વામી માજી કોઠારી પાર્ષદ કિર્તન ભગત (શીઘ્રકવિ) તથા નયન ભગત ઉપસ્થિત રહી દર્શન, પ્રવચન અને આર્શિવાદનો અલભ્ય લાભ આપશે. શરદ પૂર્ણીમાના પર્વે દૂધ પૌવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. સભાનું શ્રેષ્ઠ સંચાલન સ્વામિનારાયણ મંદિર મેંદરડાના રાષ્ટ્રીય શાસ્ત્રી ભક્તિપ્રકાશદાસજી કરી સૌનો રાજીપો મેળવશે. આભાર દર્શન દેવઉત્સવ મંડળના સેવાભાવી પ્રમુખ જીતુભાઇ રાધનપુરા કરશે.
સત્સંગી સેવક પત્રકાર અને જ્ઞાતિ મંત્રી મનસુખભાઇ એમ.પરમાર એક અખબારી યાદી દ્વારા સૌ હરિભકતોને શરદપૂર્ણીમાના મહોત્સવમાં પધારવા અનુરોધ કર્યો છે.