દેશના ટોપ ટેન વૈજ્ઞાનિકોમાં રાજકોટના ડો. સેજલ શાહ

  • દેશના ટોપ ટેન વૈજ્ઞાનિકોમાં રાજકોટના ડો. સેજલ શાહ
    દેશના ટોપ ટેન વૈજ્ઞાનિકોમાં રાજકોટના ડો. સેજલ શાહ

રાજકોટ તા.10
ભારતની 21મી સદી મહિલાઓ હાલ વિવિધ ક્ષેત્રમાં પોતાની આગવી પ્રતિમાથી નામના મેળવી રહી છે અને દેશ દુનિયામા પોતાની આપણીના પરચા આપી શક્તિશાળી મહિલાઓમા સ્થાન મેળવવામાં સફળ થઈ છે. રાજકોટના ડો.સેજલબેન શાહ પણ આ યાદીમાં સામેલ થયા છે. દેશના પ્રતિષ્ઠિત ગણાતા એવોર્ડથી તેમનું સન્માન કરવામાં આવશે.
રાજકોટની આર.કે. યુનિવર્સિટીમા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.સેજલ શાહને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાઈન્સ એડ ટેકનોલોજી દ્વારા ઈન્ડો યુએસ ફેલોશિપ ફોર વિમેન ઈન સ્ટેમ (ઠઈંજઝઊખખ) એવોર્ડ માટે ભારતભરના ટોપ ટેન મહિલા વૈજ્ઞાનિકોમાં પસંદ કરવામાં
આવ્યા છે. જેના અંતર્ગત ડો.સેજલ છ મહિના કોલમ્બસમાં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાં યુએસ પ્રોફેસર ધ્વનિત શાહના માર્ગદર્શન હેઠળ ‘એપીજીનેટિક આધારિત ટાર્ગેટેડ થેરાપી ફોર બ્લડ કેન્સર’ નામના પ્રોજેકટ પર કામ કરશે. જેના માટે શીતતરિં અને ઉજઝ દ્વારા ડો.સેજલને 16.82 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે.