ઓડદર ગામે મોમાઇ માતાજીના મઢે પુંજ મહોત્સવનું આયોજન સંપન્ન

  • ઓડદર ગામે મોમાઇ માતાજીના મઢે પુંજ મહોત્સવનું આયોજન સંપન્ન
    ઓડદર ગામે મોમાઇ માતાજીના મઢે પુંજ મહોત્સવનું આયોજન સંપન્ન

પોરબંદર તા 10
પોરબંદરના ઓડદર ગામે રબારી સમાજના ધાર્મિક પુંજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડયા હતા.
પોરબંદર થી છ કી.મી. દુર ઓડદર મમાઇ માતાજીના મઢે માતાજીનો પુંજ મહોત્સવ લાખોની માનવ મેદનીની હાજરીમાં ભવ્ય અને દિવ્ય રીતે ભારે હર્ષોલ્લાસથી ઉજવાઇ ગયો. આ પુંજ મહોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલલઓમાંથી રબારી સમાજના ભાઇ-બહેનો લાખોની સંખ્યામાં ઉમટી પડયા હતા. આ વખતની પુંજ ખુબ જ આધુનિક વિચારસરણી સાથે પૂજય ભુવાઆતાશ્રી સરમણઆતા અને પૂજય ભુવાઆતાશ્રી અમરેશ આતાના માર્ગદર્શન નીચે રબારી સમાજના આગેવાનો, આજુબાજુની જોકના વડીલો, યુવાન કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી ભાઇઓ-બહેનો માટે અલગ રસોડા, મોટી એલઇડી લાઇટથી રાત્રીના સમયે પણ દિવસ જેવા જળહળતા અજવાળા જેવી વ્યવસ્થા ગોઠવવામાં આવીહતી. ઠેકઠેકાણે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, વિશાળ જગ્યામાં પાર્કીંગ ઉભા કરવામાં આવ્યા હતા. આધુનિક રીતે સૌને સરળતાપૂર્વક ચા મળી રહે તેવી સીસ્ટમ નળ દ્વારા ગોઠવવામાં આવી હતી, અનેક ગામડાઓમાંથી મોટા મોટા ટેન્કરો દ્વારા દુધ, રબારી સમાજની જોક દ્વારા મોકલવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ ચા અને ઘોરવું, દહીં, દુધ દર્શનાર્થીઓને પીરસવામાં આવ્યું હતું. પોલીસ અને પ્રશાસન દ્વારા ટ્રાફિકને યોગ્ય રીતે વળાંક આપી ટ્રાફિકની સમસ્યા નિવારવામાં આવી હતી. મેડીકલ કેમ્પ, 108 ની સુવિદ્યા અને ફાયરબ્રિગેડ ખડેપગે રાખવામાં આવ્યા હતા. પુજય ભુવાઆતા અને આગેવાનોની અપીલ પ્રમાણે લાકડી કે હોકી કોઇ લાવવામાં આવ્યા નહોતા. પોરબંદર અને કુતિયાણાના ધારાસભ્યો દ્વારા પણ પુંજ મહોત્સ્વ માટે યોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ પુંજ મહોત્સવને સફળતાપૂર્વક પાર પાડવા માટે પીજીવીસીએલના અધિકારીઓ અને સ્ટાફગણ, પાણીપુરવઠાના અધિકારીઓ, ડીએસપી અને સમગ્ર પોલીસ તંત્ર, પોરબંદર કલેકટર, પુંજ મહોત્સ્વનું નકકી થયા પછી દસેક દિવસ સુધી ખડેપગે સેવા આપનાર સૌ આગેવાનો, આજુબાજુની જોકના વડીલો, યુવાન કાર્યકર્તાઓ, મંડપ સર્વિસવાળા, લાઇટ વ્યવસ્થા વાળા તેમજ રસોડા વિભાગમાં સેવા આપનાર કોળી અને મહેર સમાજના કાર્યકર્તાઓ વગેરે નામી અનામી સૌ કોઇ સેવા આપનારનો પુજય ભુવા આતા સરમણ આતા અને પુજય ભુવા આતા અમરેશ આતા સેવા આપનારાઓનો તથા વ્યવસ્થામાં સહકાર આપનાર સૌ કોઇનો માતાજીના આશીર્વાદ સહ આભાર માને છે અને સમગ્ર રબારી સમાજ સૌ કોઇનો આથી જાહેર આભાર પ્રગટ કરે છે.