મોદી સમાજ પર ટિપ્પણી કેસ : રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં કહ્યું, ‘નોટ ગિલ્ટી....’

  • મોદી સમાજ પર ટિપ્પણી કેસ : રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં કહ્યું, ‘નોટ ગિલ્ટી....’
    મોદી સમાજ પર ટિપ્પણી કેસ : રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં કહ્યું, ‘નોટ ગિલ્ટી....’

સુરત :રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સુરત (Surat) પહોંચ્યા છે. લોકસભાની ચૂંટણી (LokSabha Election 2019) દરમિયાન મોદી (Modi) સમાજ વિશે કરેલી ટિપ્પણી મામલે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi) એ માનહાનિનો કેસ કર્યો હતો. જેના પગલે કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી સુરત આવ્યા છે. ત્યારે રાહુલ ગાંધી એરપોર્ટ (Surat Airport) પહોંચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો (Gujarat Congress) એ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સુરતમાં રાહુલ ગાંધીની ગાડી પર પુષ્પવર્ષા કરાઈ હતી. ત્યારે રાહુલ ગાંધીએ પણ ગાડીમાંથી બહાર નીકળીને કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે થોડી જ વારમાં તેઓ કાર્યવાહી પૂરી કરીને કોર્ટની બહાર નીકળ્યા હતા. હવે 10 ડિસેમ્બરે ફરી સુનાવણી થશે. જોકે, બીજી તરફ રાહુલ ગાંધીના વકીલ દ્વારા આગામી સુનવણીમાં કોર્ટમાં હાજર ન રહેવા અરજી કરી હતી. જે મંજૂર થઈ ગઈ છે. જેથી હવે આગામી સુનવણીમાં તેઓને હાજર રહેવાની જરૂર નહિ પડે. ત્યારે કોર્ટમાંથી નીકળીને તેઓ એરપોર્ટ જવા રવાના થયા હતા.