ઇશ્ર્વરીયા અને રામગઢ ગામે સેવાસેતુ કાર્યક્રમમાં પ00થી વધુ પ્રશ્ર્નોનો થયો નિકાલ

  • ઇશ્ર્વરીયા અને રામગઢ ગામે સેવાસેતુ કાર્યક્રમમાં પ00થી વધુ પ્રશ્ર્નોનો થયો નિકાલ
    ઇશ્ર્વરીયા અને રામગઢ ગામે સેવાસેતુ કાર્યક્રમમાં પ00થી વધુ પ્રશ્ર્નોનો થયો નિકાલ

પોરબંદર તા 10
પોરબંદર નજીકના કુતિયાણા તાલુકાના ઇશ્ર્વરીયા ગામે અને રાણાવાવ તાલુકાના રામગઢ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાતા 500થી વધુ પ્રશ્ર્નોનો નિકાલ થયો હતો.
ઇશ્ર્વરીયામાં આયોજન
પોરબંદર જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. કુતિયાણાના ઇશ્ર્વરીયા ગામે યોજાયેલ સેવાસેતુમાં વિવિધ વિભાગના કુલ પ19 પ્રશ્ર્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવાસેતુમાં મહોબતપરા, હામદપરા, ધ્રુવાળા, હેલાબેલી, સિધ્ધપુર, માલણકા, માંડવા, થેપડા તથા ઇશ્ર્વરીયાનાગ્રામવાસીઓએ સેવાસેતુમાં પોતાના વ્યકિતગત પ્રશ્ર્નો અધિકારીઓ સમક્ષ રજુ કર્યા હતા.
પ્રજાજનોના વ્યકિતગત પ્રશ્ર્નો અને સેવાઓ તેઓના રહેઠાણ નજીકના સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ત થઇ શકે તે હેતુથી તથા વહીવટમાં પારદર્શકતા, સંવેદનશીલતા આવે તે માટે સમગ્ર રાજયમાં આ કાર્યક્રમ યોજાય છે.
કુતિયાણાના ઇશ્ર્વરીયા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આધારકાર્ડમાં જન્મ તારીખમાં સુધારો કરવા આવેલા 6ર વર્ષીય હિરજીભાઇ હાથરોટીયાએ જણાવ્યું કે, સરકાર દ્વારા શરૂ કરાયેલ આ પ્રકારની વ્યવસ્થાથી મારા સમય અને ખર્ચમાં બચત થઇ છે. તાલુકાની કચેરીએ થતા કામ ઘર આંગણે કરી આપવામાં આવે છે. આ સેવાસેતુમાં ફકત 30 મીનીટમાં મારી સમસ્યાનું સમાધાન કરાયું છે. તેમણે સરકારનો આભાર વ્યકત કરતા જણાવ્યું કે, રાજય સરકારદ ુર દરાજના ગામડાઓમાં રહેતા લોકોની ચિંતા કરે છે તેથી જ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે.
આ કાર્યક્રમમાં જુદા-જુદા વિભાગોના ટેબલો ગોઠવવામાં આવ્યા હતા. જેમાં તલાટીઓ, પીજીવીસીએલ, આરોગ્ય કેન્દ્ર, આધારકાર્ડ માટે, પ્રધાનમંત્રી માતૃવંદના, આઇ.સી.ડી.એસ., સમાજ કલ્યાણ કચેરી, આયુષ્યમાન ભારત કાર્ડ સહિતની કચેરીઓ દ્વારા ઇશ્ર્વરીયા ખાતે જરૂરી વ્યવસ્થા કરી અરજદારોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરાયું હતું.
રામગઢમાં આયોજન
રાણાવાવ તાલુકાના રામગઢ ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં અણીયારી ગામના નઝીમભાઇ રાતીયા અને તેમના પત્ની સલમાબેનનો 10 મીનીટમાં સ્થળ પર જ માં વાત્સલ્ય કાર્ડ કાઢી અપાયું હતું.
રાણાબોરડી કલસ્ટરના રામગઢ ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં સવારથી જ અરજદારોની ભીડ જોવા મળી હતી. રાણાબોરડી, હનુમાનગઢ, દોલતગઢ, અણીયારી, આશીયાપાટ, બિલેશ્ર્વર તથા ખંભાળાના ગામ લોકોએ પોતાના વ્યકિતગત પ્રશ્ર્નો, સરકારી યોજનાની જાણકારી, આવકના દાખલા, આધારકાર્ડ, રાશનકાર્ડ સહિતની કામગીરી માટે બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ કચેરીઓનાટેબલની સાથે સાથે તાલુકા હેલ્થ ઓફીસ રાણાવાવ દ્વારા માં વાત્સલ્ય કાર્ડની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જરૂરીયાતવાળા માણસ જયારે બિમાર પડે ત્યારે કોઇ ગંભીર બિમારીમાં સપડાય ત્યારે માં વાત્સલ્ય કાર્ડ થકી દર્દી અને તેમના પરિવારને હોસ્પિટલના ખર્ચાથી રાહત મળે છે. અણીયારી ગામથી માં વાત્સલ્ય કાર્ડ કઢાવવા પોતાની પત્ની સાથે ઉપસ્તિથ રહેલા નઝીમભાઇનું કાર્ડ સ્થળ પર જ 10 મીનીટમાં તાલુકા હેલ્થ ઓફીસની ટી દ્વારા કાઢી આપવામાં આવતા નઝીરભાઇ અને તેમના પત્ની સલમા બહેને તંત્ર તથા સરકારનો આભાર વ્યકત કરીને જણાવ્યું કે, આ પ્રકારની કામગીરીથી છેવાડાના માનવીઓના કામ સરળતાથી થઇ શકે છે. તાલુકા કક્ષાએ જવું પડતું નથી જેથી સમય અને નાણાની બચત થાય છે.
પોરબંદરમાં શુક્રવારે આયોજન
સ્વસ્તિક હોલ, બંદર રોડ પોરબંદર ખાતે તા. 11/10/19 ના રોજ સવારે 9 થી સાંજના પ કલાક સુધી વોર્ડ નં. 10 અને 11ના નાગરીકો માટે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. પ્રાંત અધિકારી કે.વી. બાટીના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ સેવાસેતુમાં આવક-જાતિના દાખલા, રાશનકાર્ડ સબંધી કામગીરી, મા કાર્ડ, આધારકાર્ડ, પીજીવસીએલ, વિધવા સહાય, બેંક લગત કુલ પ7 સેવાઓ આવરી લેવાઇ છે. આથી વોર્ડ નં. 10 અને 11ના લોકોને આ સેવાસેતુનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.