નડિયાદઃ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે મહિલા અને એક બાળકીનું મોત

  • નડિયાદઃ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે મહિલા અને એક બાળકીનું મોત
    નડિયાદઃ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે બે મહિલા અને એક બાળકીનું મોત

નડિયાદઃ મુંબઈથી અમદાવાદ આવી રહેલી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં બે મહિલા અને એક બાળકીનું અરેરાટીપૂર્ણ મોત થયાની ઘટના સર્જાઈ છે. નડિયાદ રેલવે સ્ટેશન પાસેની આ ઘટના છે. પોલીસે ઘટનાસ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન થોડા સમય માટે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. 

મુંબઈથી અમદાવાદ આવી રહેલી ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે ત્રણ લોકોનાં મોત થયાની નડિયાદ સ્ટેશન માસ્ટરને જાણ થઈ હતી. આથી તેઓ જીઆરપી અને આરપીએફની ટીમને લઈને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે રેલવે ટ્રેક પરથી ત્રણેય મૃતકોનાં મૃતદેહને ખસેડ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.