સુરત : ચાર દીકરીઓ બાદ જન્મેલા જોડિયા બાળકોનો આંગણવાડીમાં આપેલી રસીને કારણે ભોગ લેવાયો

  • સુરત : ચાર દીકરીઓ બાદ જન્મેલા જોડિયા બાળકોનો આંગણવાડીમાં આપેલી રસીને કારણે ભોગ લેવાયો
    સુરત : ચાર દીકરીઓ બાદ જન્મેલા જોડિયા બાળકોનો આંગણવાડીમાં આપેલી રસીને કારણે ભોગ લેવાયો

સુરત (Surat) ના કામરેજ વિસ્તારમાં બે જોડિયા બાળકોના મોતની ઘટના સામે આવી છે. જેમાં આરોગ્ય કેન્દ્ર (Health center) માં બંનેને પોલિયોની રસી (Polio Vaccine) પીવડાવ્યા બાદ તેમના મોત થયા તેવો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હાલ બાળકોના મૃતદેહોને સુરતની સિવિલ હોસ્પિટલ (Civil hospital)માં પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. જેથી ખરુ કારણ બહાર આવી શકે. ત્યારે સિવિલ હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પરિવારના શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. પરિવારે જ્યાં સુધી એફએસએલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી બાળકોના મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી હતી.

સુરત જિલ્લાના ના કામરેજ ગામમાં હૈયું કંપાવનારી ઘટના બની છે. કામરેજ વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ ભુવાને ત્યાં દોઢ મહિના પહેલા ચાર દીકરીઓ બાદ બે જોડિયા બાળકોનો જન્મ થયો હતો. બંનેનુ નામ જયરાજ અને જેનિલ રાખવામાં આવ્યું હતું. બાળકોના જન્મને લઈ પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ ભુવા પરિવારની ખુશી આટલી જલ્દી છીનવાઈ જશે તેવું કોઈને ક્યાં ખબર હતી. એક પોલિયોની રસી તેમના બંને બાળકો માટે જીવલેણ બની ગઈ હતી. આંગણવાડી કેન્દ્ર ખાતે તેમના બંન્ને બાળકોને પોલિયો રસી આપવા બોલાવવામાં આવ્યા હતા. રસી આપ્યા બાદ બંને બાળકોની તબિયત ખરાબ થઈ જતા તાવ આવી ગયો હતો. અને ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતા હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.