વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ ભારતમાં દર 40 સેકન્ડે થાય છે એક 'આપઘાત' !!!

  • વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ ભારતમાં દર 40 સેકન્ડે થાય છે એક 'આપઘાત' !!!
    વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ ભારતમાં દર 40 સેકન્ડે થાય છે એક 'આપઘાત' !!!

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં 10 ઓક્ટોબરનો દિવસ 'વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે' તરીકે મનાવાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા અનુસાર ભારતમાં દર વર્ષે 2.2 લાખ લોકોનાં મોતનું કારણ આપઘાત હોય છે. બીજા એક આંકડા અનુસાર ભારતમાં વર્ષે 8,00,000 લોકો આપઘાતનો પ્રયાસ કરે છે. એટલે કે ભારતમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આપઘાત કરે છે. આ કારણે જ આ વર્ષે ભારતમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની થીમ "40 સેકન્ડ્સ ઓફ એક્શન"(40 seconds of action) રાખવામાં આવી છે. તેનો હેતુ લોકોને આપઘાત કરતાં રોકવા અંગે જાગૃતિ લાવવાનો છે.

ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝના આંકડા અનુસાર વર્ષ 2016માં ભારતમાં 18 ટકા લોકોએ આપઘાત કર્યો હતો, જેમાં આપઘાત કરીને મરાનારામાં 36.6 ટકા મહિલાઓ હતી. ભારતમાં પુરુષોનો આપઘાતનો દર વૈશ્વિક સરખામણીએ 24.3 ટકા છે. ભારતમાં આપઘાત સંબંધિત મૃત્યુનું સરેરાશ વયજૂથ 15થી 39 છે, જેમાં મોટી સંખ્યા શિક્ષત અને વિકસીત એવા દક્ષિણનાં રાજ્યોની છે. ભારતની કુલ વસતીના 42 ટકા વસતી 'હાઈ રિસ્ક'માં આવે છે.