દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી : ભચાઉ અને થરાદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો

  • દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી : ભચાઉ અને થરાદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો
    દારૂબંધીના કાયદાની ઐસી કી તૈસી : ભચાઉ અને થરાદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો

અમદાવાદ :ગુજરાત (Gujarat) માં હાલ દારૂબંધી (Liquor Ban) છે કે નહિ તે પ્રશ્ન હવે નેશનલ મુદ્દો બની ગયો છે. દારૂબંધી મુદ્દે રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત વચ્ચે વાકયુદ્ધ ખેલાયું હતું. જેમાં રાજસ્થાન સરકારે ગુજરાતમાં દારૂ મળે છે તેવી વાત કરી હતી. ત્યારે હવે રાજ્ય (Gujarat Police) ની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી ફેક્સ કરી આદેશ અપાયા છે. આ વચ્ચે જ ગુજરાતમાં બે સ્થળોથી મોટી સંખ્યામાં દારૂ પકડાયો છે. બનાસકાંઠામાં 2 લાખનો દારૂ, તો ગાંધીધામના ભચાઉમાંથી 5.76 લાખનો દારૂ પકડાયો છે.