સુરત : બે બૂટલેગરોની લડાઈમાં વિદ્યાર્થીનો ભોગ લેવાયો, ફાયરિંગમાં એક ગોળી રસ્તે ચાલતા યુવકને વાગી

  • સુરત : બે બૂટલેગરોની લડાઈમાં વિદ્યાર્થીનો ભોગ લેવાયો, ફાયરિંગમાં એક ગોળી રસ્તે ચાલતા યુવકને વાગી
    સુરત : બે બૂટલેગરોની લડાઈમાં વિદ્યાર્થીનો ભોગ લેવાયો, ફાયરિંગમાં એક ગોળી રસ્તે ચાલતા યુવકને વાગી

સુરત (Surat) જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે મૂળ ઓડીસાના બે બુટલેગરો વચ્ચે જૂની અદાવતને લઈ બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો. જેમાં એક બુટલેગરે તેના સાગરીતોને બોલાવી ત્રણ તમંચાથી બીજા બુટલેગર ઉપર ફાયરિંગ (Firing) કર્યાની ચકચારી ઘટના બની હતી. અંદાજે 5 થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતા બુટલેગરના શરીર પર ત્રણ જેટલી ગોળી વાગી હતી. જોકે આ ગેંગવોરમાં ઘટના સ્થળ નજીકથી પસાર થતા એક સ્થાનિક હળપતિ યુવાનને છાતીના ભાગે ગોળી વાગતા એ નિર્દોષ યુવાનનું મોત નિપજ્યું છે. જેને પગલે સ્થાનિક પોલીસ (Surat Police) સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.