370 હટાવવાનો વિરોધ કરનાર અંગ્રેજ સાંસદ સાથે કોંગ્રેસી નેતાઓની મુલાકાત બાદ વિવાદ

  • 370 હટાવવાનો વિરોધ કરનાર અંગ્રેજ સાંસદ સાથે કોંગ્રેસી નેતાઓની મુલાકાત બાદ વિવાદ
    370 હટાવવાનો વિરોધ કરનાર અંગ્રેજ સાંસદ સાથે કોંગ્રેસી નેતાઓની મુલાકાત બાદ વિવાદ

નવી દિલ્હી : રાફેલની પુજા પર સવાલ ઉઠાવીને ઘેરાયેલી કોંગ્રેસ પાર્ટી માીટે હવે વધારે એક સંકટ પેદા થઇ ચુક્યું છે. બ્રિટનની લેબર પાર્ટીનાં નેતા જેરોમ કોબ્રિને કોંગ્રેસનાં એક પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત બાદ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. કોર્બિને કહ્યું કે, વિસ્તારમાં તણાવ ઘટે અને હિંસાનો સમયગાળો પુર્ણ થાય તે જરૂરી છે. જે અંગે ભાજપે પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે આ બેઠકમાં વિદેશી નેતા સાથે કયા મુદ્દે ચર્ચા કરી તે અંગે સ્પષ્ટતા આપવી જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દ્વારા અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર જમ્મુ કાશ્મીર વિવાદ આંતરિક મુદ્દો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી ચુકી છે. જો કે તેમ છતા પણ કોંગ્રેસ વારંવાર આંતરરાષ્ટ્રીય નેતાઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યા કરે છે.