PM મોદી અને જિનપિંગની મુલાકાત, મહાબલીપુરમની પસંદગી પાછળ આ છે કારણ!

  • PM મોદી અને જિનપિંગની મુલાકાત, મહાબલીપુરમની પસંદગી પાછળ આ છે કારણ!
    PM મોદી અને જિનપિંગની મુલાકાત, મહાબલીપુરમની પસંદગી પાછળ આ છે કારણ!

નવી દિલ્હી: તામિલનાડુના મહાબલીપુરમમાં 11-12 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક થવા જઈ રહી છે. બંને નેતાઓ યુનેસ્કોની કેટલીક વિશ્વ ધરોહર જેવા સ્થળોનું ભ્રમણ કરશે અને કલાક્ષેત્ર દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની પ્રસ્તાવિત બેઠક માટે 11 ઓક્ટોબરના રોજ બપોર પછી ચેન્નાઈ પહોંચશે. આ સ્થળ મહાબલીપુરમથી 50 કિમી દૂર છે.